Tuesday, February 27, 2024
spot_img
HomeGujaratભરૂચના આંબેડકર ભવન ખાતે ૨૭ મો વહીવટી સજ્જતા સેમિનાર યોજાયો

ભરૂચના આંબેડકર ભવન ખાતે ૨૭ મો વહીવટી સજ્જતા સેમિનાર યોજાયો

સેમિનારમાં ઉપસ્થિત વહીવટી કર્મચારીઓને તજજ્ઞો દ્વારા સ્કૂલ મેનેજમેન્ટ સોફ્ટવેર ટ્રેનિંગ તેમજ વહીવટી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું

(વિરલ રાણા દ્વારા) ભરૂચ,

ભરૂચ જિલ્લા શિક્ષણાધિકારી કચેરી,ભરૂચ જિલ્લા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા વહીવટી કર્મચારી સંઘ ભરૂચના સંયુક્ત ઉપક્રમે ભરૂચ આંબેડકર ભવન ખાતે ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા વહીવટી કર્મચારી સંઘ મહામંડળ પ્રમુખ કિશોરભાઈ ડાંગરના અધ્યક્ષસ્થાને ૨૭ મો વહીવટી સજ્જતા સેમિનાર યોજવામાં આવ્યો હતો.

આંબેડકર ભવન ખાતે યોજાયેલ વહીવટી સજ્જતા સેમિનારનું ઉપસ્થિત મહેમાનોના હસ્તે દીપ પ્રગટાવી પ્રારંભ કરવામાં આવ્યો હતો.ભરૂચ જિલ્લા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા વહીવટી કર્મચારી સંઘના પ્રમુખ પુષ્કરસિંહ રણાએ મહેમાનોનું પરિચય કરાવ્યો અને સૌનો આભાર માની સેમિનારનું મહત્વ સમજાવ્યું હતું.સાથે ઉપસ્થિત મહેમાનોના હસ્તે નિવૃત થનાર કર્મચારીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. સેમિનારમાં ઉપસ્થિત વહીવટી કર્મચારીઓને તજજ્ઞો દ્વારા સ્કૂલ મેનેજમેન્ટ સોફ્ટવેર ટ્રેનિંગ તેમજ  વહીવટી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

આ પ્રસંગે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી નર્મદાના નિશાંત દવે,જિલ્લા શિક્ષણાધિકારી ભરૂચના એ આઈ ડોકટર દિવ્યેશ પરમાર,ગુજરાત રાજ્ય માધ્યમિક શિક્ષક સંઘ મહામંડળના પ્રમુખ કિરીટસિંહ મહિડા, સંચાલક મંડળના પ્રમુખ પ્રવિણસિંહ રણા,ભરૂચ જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ રવિન્દ્ર પટેલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!