google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Monday, December 9, 2024
HomeGujaratવનકર્મી પર હુમલા મામલે ચૈતર વસાવાને કોર્ટમાં રજૂ કરાતાં ૩ દિવસના રિમાન્ડ...

વનકર્મી પર હુમલા મામલે ચૈતર વસાવાને કોર્ટમાં રજૂ કરાતાં ૩ દિવસના રિમાન્ડ મંજૂર

- ડેડિયાપાડા પોલીસે ૧૪ દિવસના રિમાન્ડની માંગ કરી હતી - ધારાસભ્યને કોઈ પણ મુશ્કેલી કે હેરાનગતિ ન થવી જોઈએ નું સૂચન વકીલ દ્વારા કરાયું હતું

(જ્યોતિ જગતાપ,રાજપીપળા)

વનકર્મી પર હુમલા મામલે ચૈતર વસાવાએ ગત રોજ ગુરુવારે ડોડિયાપાડા પોલીસ સ્ટેશનમાં સરેન્ડર કર્યું હતું. જ્યારે આજે તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા.જેમાં ધારાસભ્ય ચૈતર વસાવાના ડેડિયાપાડા પોલીસે ૧૪ દિવસના રિમાન્ડની માંગ કરી હતી.જેમાં કોર્ટે ૧૮ ડિસેમ્બર ૨૦૨૩ ના ૧૨ વાગ્યા સુધી રિમાન્ડ મંજૂર કર્યા છે.

આપ MLA ચૈતર વસાવા પર નર્મદામાં વનકર્મી પર હુમલો કરવા અને ફાયરિંગ સહિતના આરોપ છે. જ્યારે છેલ્લા એક મહિનાથી ચૈતર વસાવા ભૂગર્ભમાં હતા.પરંતુ ગઈકાલે ગુરુવારે તેમણે ડોડિયાપાડા પોલીસ સમક્ષ સરેન્ડર કર્યું હતું.દરમ્યાન ત્યાં મોટી સંખ્યામાં તેમના સમર્થકો હાજર રહ્યા હતા.ચૈતર વસાવાના સરેન્ડર બાદ આજે ડોડિયાપાડા પોલીસે તેમને કોર્ટમાં રજૂ કર્યા હતા.પોલીસે કોર્ટમાં ચૈતર વસાવાની પૂછપરછ માટે ૧૪ દિવસના રિમાન્ડની માગ કરી હતી. જો કે, કોર્ટે બંને પક્ષની દલીલ સાંભળ્યા બાદ ૧૮ ડિસેમ્બર ૨૦૨૩ ના ૧૨ વાગ્યા સુધી રિમાન્ડ મંજૂર કર્યા છે.

ચૈતર વસાવાના તરફેણમાં આપના રાષ્ટ્રીય મહામંત્રી ગોપાલ ઈટાલિયાએ વકીલ તરીકે દલીલ કરી હતી. તેમણે પોલીસ ફરિયાદને નકારી રિમાન્ડ માંગવાના મુદ્દાને પડકાર્યા હતા.જ્યારે સરકારી વકીલ મુકેશ ચૌહાણે સરકારની તરફેણમાં દલીલ કરી હતી. જો કે, બંને પક્ષોની દલીલ સાંભળ્યા બાદ નામદાર કોર્ટે ચૈતર વસાવાના ૩ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.સાથ જે સૂચન કર્યું હતું કે ધારાસભ્યને કોઈ પણ મુશ્કેલી કે હેરાનગતિ ન થવી જોઈએ.આ પહેલા ચૈતર વસાવાએ સેશન્સ કોર્ટ અને હાઈકોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી જેને કોર્ટે ફગાવી દીધા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!