google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Sunday, April 14, 2024
HomeGujaratઝઘડિયાના ઉમલ્લા નજીક વડિયા પાસે ટ્રેકટર પલટી જતા ૩ ના મોત અને...

ઝઘડિયાના ઉમલ્લા નજીક વડિયા પાસે ટ્રેકટર પલટી જતા ૩ ના મોત અને ૨૩ લોકોને ઈજા

- વડિયા મંદિરે દર્શન કર્યા બાદ ટ્રેકટરમાં બેસીને પાછા ફરતા સમયે આ કરૂણ ઘટના સર્જાઈ

(જયશીલ પટેલ,ઝઘડીયા)

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ઉમલ્લાથી પાણેથા જવાના રોડ પર વડિયા નજીક એક ટ્રેકટર પલટી જતા ટ્રેકટરમાં બેઠેલ લોકો નીચે દબાયા હતા.ટ્રેકટર પલ્ટી જવાની આ ઘટનામાં એક યુવતી સહિત ત્રણના મોત થયા હતા જ્યારે અન્ય ૨૩ લોકો ઘવાયા હતા.આ કરૂણ ઘટનામાં બચુભાઈ ભુરાભાઈ વસાવા ઉ.વ.આશરે ૭૦,હરેશ રમેશભાઈ મુંગરા ઉ.વ.૧૮ તેમજ કાજલ સુનિલભાઈ વસાવા ઉ.વ.૨૬ તમામ રહે.ચંદનીયા દુ.વાઘપુરા (ઉમલ્લા) તા.ઝઘડિયાના મોત નીપજ્યા હતા જ્યારે અન્ય ૨૩ લોકો ઈજાગ્રસ્ત થયા હતા.

ઉમલ્લા પોલીસ માંથી મળતી વિગતો મુજબ ઉમલ્લા દુ.વાઘપુરાના આ લોકો ચાલતા વડિયા ખાતે આવેલ મંદિરે દર્શન કરવા ગયા હતા. દર્શન કર્યા બાદ ટ્રેકટરમાં બેસીને પાછા ફરતા હતા ત્યારે થોડે દુર ગયા બાદ અચાનક ટ્રેકટર પલટી મારી જતા તેમાં બેઠેલા લોકો નીચે દબાયા હતા.ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને બચાવ કામગીરી હાથ ધરી હતી.ત્યાર બાદ ઘટનાની જાણ થતાં ઉમલ્લા પોલીસ તેમજ ઉમલ્લાના કેટલાક લોકો પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા.પલ્ટી મારેલ ટ્રેકટર નીચેથી ભારે જહેમત બાદ લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા.ઈજાગ્રસ્તોને તાત્કાલિક ઉમલ્લા સરકારી દવાખાને સારવાર માટે લઈ જવાયા હતા.ત્યાર બાદ વધારે સારવારની જરૂરવાળા બે ત્રણ ઈજાગ્રસ્તોને રાજપીપલા લઈ જવાયા હતા.વડોદરાના હરણી ખાતે તળાવમાં બોટ ડુબવાની ઘટનામાં માસુમ બાળકો સહિત કુલ ૧૪ ના મોત થયા હતા,ત્યાર બાદ બે દિવસ બાદ આ બીજી કરૂણ ઘટના સર્જાઈ હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!