google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Friday, December 6, 2024
HomeCrimeઉમલ્લા નજીક ટ્રક ડ્રાઈવરને માર મારી લુંટ કરનાર ૩ ઈસમોને ગણતરીના કલાકોમાં...

ઉમલ્લા નજીક ટ્રક ડ્રાઈવરને માર મારી લુંટ કરનાર ૩ ઈસમોને ગણતરીના કલાકોમાં ઝડપી લેવાયા

- પોલીસે એક મોટર સાયકલ અને મોબાઈલ મળી કુલ રૂપિયા ૫૫,૦૦૦ નો મુદ્દામાલ કબ્જે કર્યો - ભરૂચ એલસીબી અને ઉમલ્લા પોલીસ દ્વારા સઘન તપાસ હાથ ધરીને ત્રણ ઈસમોને ઝડપી લેવાયા અને અન્ય બેને વોન્ટેડ જાહેર કરાયા

(ગુલામહુશેન ખત્રી,રાજપારડી)

ઝઘડિયા તાલુકાના ઉમલ્લા નજીક બામલ્લાથી રાયસીંગપુરા ગામના પાટિયા વચ્ચે ગત તા.૧૦ મીના રોજ સાંજના સાડા આઠ વાગ્યાના અરસામાં બોડેલીથી રેતી ભરીને સુરત તરફ જઈ રહેલ એક હાઈવા ટ્રકને રોકીને તેના ચાલકને માર મારીને તેની પાસેથી રૂપિયા ૩૦૦૦ જેટલી રોકડ રકમની લુંટ કરવામાં આવી હોવાની ઘટના બનવા પામી હતી. ત્યાર બાદ ભરૂચ લોકલ ક્રાઈમ બ્રાન્ચ અને ઉમલ્લા પોલીસની ટીમો દ્વારા સઘન તપાસ હાથધરીને આ ગુના હેઠળ ત્રણ ઈસમોને ગણતરીના કલાકોમાં ઝડપી લઈને અન્ય બે ઈસમોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા.ટ્રક ડ્રાઈવરને માર મારી લુંટી લેવાની ઘટના સંદર્ભે ટ્રક ડ્રાઈવરે ઉમલ્લા પોલીસ મથકમાં ત્રણ મોટરસાયકલો પર આવેલ પાંચ અજાણ્યા ઇસમો વિરૂધ્ધ ઉમલ્લા પોલીસમાં ફરિયાદ લખાવી હતી. ત્યારબાદ ભરૂચ લોકલ ક્રાઈમ બ્રાન્ચ પીએસઆઈ આર.કે.ટોરાણી તથા ઉમલ્લા પીએસઆઈ એ.એન.ચૌધરીએ અલગ અલગ ટીમો બનાવી ઘટના સ્થળનું ઝીણવટથી નિરિક્ષણ કરીને આજુબાજુના સીસી ટીવી ફુટેજ ચેક કરીને સઘન તપાસ હાથ ધરી હતી. તપાસ દરમ્યાન બાતમી  મળી હતી કે સદર ગુનામાં  તવડી ગામનો અમિત ઉર્ફે જીંગો તથા તેનો મિત્ર ઉમેદ ઉર્ફે ઉમેશ વસાવા તેમજ  સંદીપ વસાવા સંડોવાયેલ છે અને હાલમાં તેઓ રાયસીંગપુરા ગામના પાટીયા ખાતે મોટર સાયકલ લઈને ઉભા છે.મળેલ  બાતમી મુજબના સ્થળે પોલીસ દ્વારા તપાસ કરાતા આ ઈસમો મળી આવ્યા હતા.પોલીસ દ્વારા આ ઈસમોને  ઉમલ્લા પોલીસ સ્ટેશન ખાતે લાવીને તેઓની પુછપરછ કરતા ત્રણેય ઈસમોએ કબુલાત કરી હતી કે તેઓ બધા મિત્રોએ ભેગા મળીને ગત તા.૧૦ મીના રોજ બામલ્લા ગામના પાટિયાથી રાયસીંગપુરા વચ્ચે રોડ ઉપર રાત્રીના એક હાઈવા ટ્રકને રોકી તેના ડ્રાઇવરને માર મારી તેની પાસેના પૈસા લુંટી ભાગી ગયેલ હતા. પોલીસે ઉપરોક્ત ત્રણેય ઈસમોને પકડી લઇને તેમની પાસેથી એક મોબાઈલ કિંમત રુપિયા  ૫,૦૦૦ તથા આ ગુનામાં  વપરાયેલ મોટરસાયકલ કિંમત રૂપિયા  ૫૦,૦૦૦ મળી કુલ રૂપિયા ૫૫,૦૦૦ નો મુદ્દામાલ કબ્જે લઈને આ ગુના હેઠળ પકડાયેલ ઈસમો (૧) અમિતભાઈ શંકરભાઈ વસાવા રહે.તવડી ગામ તા.ઝઘડિયા (૨) ઉમેદ ઉર્ફે ઉમેશ શાંતીલાલ વસાવા રહે.તવડી તા.ઝઘડીયા અને (૩) સંદીપ ભાઈલાલ વસાવાને અટકમાં લઈને અન્ય બે ઈસમો ચેતન જયંતિ વસાવા રહે.ડભાલ તા.ઝઘડિયા તેમજ ગીરીશ ઉર્ફે ગીરીયો રહે.વાંકોલ તા.નેત્રંગ જી.ભરૂચનાને વોન્ટેડ જાહેર કર્યા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!