google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Sunday, September 15, 2024
HomeGujaratજુના તવરા ગામે મેડિકલ કેમ્પનો ૩૦૦ થી વધુ લોકોએ લાભ લીધો

જુના તવરા ગામે મેડિકલ કેમ્પનો ૩૦૦ થી વધુ લોકોએ લાભ લીધો

- ભરૂચ તાલુકાના જુના તવરા ગામે ગ્રામજનો દ્વારા દર વર્ષે મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવે છે

ભરૂચ,

આર કે.હોસ્પિટલ ભરૂચ અને જૂના તવરા ગામના રહીશો દ્વારા મેડિકલ કેમ્પનું આયોજન કરાયું હતું જે મેડિકલ કેમ્પમાં ૩૦૦ થી વધુ લોકોએ આ કેમનો લાભ લીધો હતો.

ભરૂચ તાલુકાના જુના તવરા ગામે આર કે હોસ્પિટલ ભરુચ અને જુના તવરા ગામના ગ્રામજનો દ્વારા મેડિકલ કેમ્પનું આયોજન આજરોજ રવિવારના રોજ સવારે ૯ થી ૧ કલાક દરમ્યાન કેમ્પ યોજાયો હતો.જે કેમ્પ તવરા ગામની ઝેડ જે પટેલ હાઈસ્કુલ જુના તવરા ખાતે રાખ્યો હતો જેમાં આજે ૩૦૦ થી વધુ પેશન્ટોએ આ કેમ્પનો લાભ લીધો હતો.આ કેમ્પમાં ભરૂચના નામી ડૉકટર મિલાપ શાહ, ડૉકટર પાર્થ, ડૉકટર મનન જોશી, ડૉકટર અવનિસિંધ સહિતના નામી ડૉકટરો ઉપસ્થિત રહી કેમ્પમાં તેઓએ પોતાની સેવાઓ આપી હતી.આ કેમ્પમાં મફત દવા આપવામાં આવી હતી.મફત સુગર ચેકપ મફત બ્લડપ્રેશર ચેકઅપ મફત ઈસીજી મફત હાડકાના ચેકઅપ મફત લોહીની તપાસ સહિતની સુવિધાઓ તપાસ કરી આપવામાં આવી હતી.જેમાં વહેલી સવારથીજ ગામજનોએ આ કેમ્પનો લાભ લીધો હતો.આ કેમ્પમાં ખૂબ જ મોટી સંખ્યામાં જુના અને નવા તવરા ગામના ગામજનોએ લાભ લીધો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!