ભરૂચ,
શહીદો પ્રત્યે ઋણ અદા કરવા તથા તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા આજે શહીદ દિને દેશભરમાં મૌન પાળવામાં આવ્યું હતું. જે અંતર્ગત આજે રાજ્યભરમાં સવારે ૧૧.૦૦ થી ૧૧.૦૨ સુધી મૌન પાળી શહીદોને શ્રદ્ધાંજલી અર્પણ કરવામાં આવી હતી.જેના ભાગરૂપે ભરૂચ જિલ્લા કલેકટર કચેરી, સભાખંડ ખાતે નિવાસી અધિક કલેકટર એન.આર.ધાધલ તેમજ વિવિધ વિભાગના અધિકારી – કર્મચારીઓ દ્વારા બે મિનિટનું મૌન પાળી શ્રદ્ધાંજલી અર્પણ કરાઈ હતી.
આ ઉપરાંત, જિલ્લા પંચાયત કચેરી ખાતે વિવિધ શાખાના અધિકારી – કર્મચારીઓ દ્વારા બે મિનિટનું મૌન પાળી શ્રદ્ધાંજલી અર્પણ કરાઈ હતી.તદ્દઉપરાંત ભરૂચ જિલ્લા માહિતી કચેરી, જિલ્લા રોજગાર કચેરી, જિલ્લા રજીસ્ટ્રાર સહકારી મંડળીઓની કચેરી, તોલમાપ કચેરી,જાહેર ટ્રસ્ટોની નોંધણી કચેરી, ભરૂચ શહેર મામલતદાર કચેરી, અંકલેશ્વર મામલતદાર કચેરી, ભરૂચ તાલુકા પંચાયત કચેરી સહિતની વિવિધ કચેરીઓ ખાતે અધિકારી કર્મચારીઓ દ્વારા બે મિનિટનું મૌન પાળી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.