google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Tuesday, July 23, 2024
HomeGujaratનર્મદા જિલ્લામાં રક્તપિતના ૩૩ દર્દીઓ મળી આવ્યા : ૨૧ બિન ચેપી તથા...

નર્મદા જિલ્લામાં રક્તપિતના ૩૩ દર્દીઓ મળી આવ્યા : ૨૧ બિન ચેપી તથા ૧૨ ચેપી પ્રકારના કેસ મળી આવ્યા

- જિલ્લાના ૮૪,૦૦૦ હજારથી વધુ ઘરોની મુલાકાત લઈ ૪ લાખથી વધુ લોકોની તપાસ કરાઈ

(જ્યોતિ જગતાપ,રાજપીપલા) 

રાજ્ય સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા ૧૨ જિલ્લાઓમાં તા.૧૦ જૂન ૨૦૨૪ થી રક્તપિત દર્દી શોધ અભિયાન અંતર્ગત કામગીરી કરવામાં આવી રહી છે.જે અન્વયે નર્મદા જિલ્લાના ૫ તાલુકાના ૨૭ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, ૧૬૯ આયુષ્માન આરોગ્ય મંદિર અને એક શહેરી આરોગ્ય કેન્દ્રના તાબામાં આવતા તમામ ગામોમાં આશા બહેનો તથા પુરૂષ સ્વયં સેવકોની ૭૦૦ ટીમ દ્વારા ઘરે-ઘરે ફરીને રક્તપિતના શંકાસ્પદ કેસ શોધવાની કામગીરી કાર્યરત છે.રક્તપિત દર્દી શોધ અભિયાનની કામગીરી દરમિયાન તા.૧૮/૦૬/૨૦૨૪ સુધીમાં જિલ્લાના ૮,૪૨,૪૩ ઘરોની મુલાકાત લઈ ૪,૦૩૪,૭૩ લોકોની તપાસ કરવામાં આવી છે.આ તપાસમાં જિલ્લામાં રક્તપિતના કુલ ૩૩ દર્દીઓ મળી આવ્યા છે.જેમાં ૨૧ બિન ચેપી તથા ૧૨ ચેપી પ્રકારના કેસ મળી આવ્યા છે.જેમાં તમામ દર્દીઓને સારવાર હેઠળ મુકવામાં આવ્યા છે.ઉલ્લેખનીય છે કે, નર્મદા જિલ્લામાં રક્તપિત દર્દી શોધ અભિયાન અંતર્ગત ૦૪/૦૭/૨૦૨૪ સુધીમાં કામગીરી પૂર્ણ કરવામાં આવનાર છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!