અંક્લેશ્વર,
અંકલેશ્વરના આલુંજ ગામમાં ગૌવંશનું કતલ કરી તેના માસના વેચાણની માહિતી મળતાં પોલીસે દરોડો પાડયો હતો પણ ૩ ખાટકીઓ સ્થળ પરથી ભાગી ગયા હતા.પોલીસે ૩૬૦ કિલો ગૌમાંસ કબ્જે કરી વધુ તપાસ હાથધરી છે.આલુંજ ગામમાં હાફેઝઆ દમ જોગીયાતના બાવળવાળી પડતર જમીનમાં ગૌવંશની કતલ કરી માંસનું વેચાણ કરતો હોવાની બાતમી પાનોલી પોલીસને મળી હતી.પોલીસે દરોડો પાડતાં અબ્દુલ જોગીયાત,આશીબ જોગીયાત અને કાલીદાસ વસાવા ફરાર થઈ ગયા હતા.સ્થળ પરથી કતલ કરેલ ગૌવંશના માંસનો ૩૬૦ કીલોનો જથ્થો, કતલ કરવાના સાધનો અને ક્રૂરતાપૂર્વક કતલ કરવા માટે બાંધી રાખેલ બળદ મળી આવ્યા હતા.પોલીસ ત્રણેય આરોપીને ફરાર જાહેર કરી ૫૧ હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે જિલ્લામાં ઘણા સમયથી ગૌમાંસના વેચાણનો વેપલો ચિંતાજનક રીતે વધી રહયો છે તેથી કાર્યવાહી જરૂરી છે.