google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Monday, July 15, 2024
HomeGujaratવાગડીયા ગામે નર્મદા નદીમાં ફસાયેલા ૪ શ્રમિકોને SoU પરિવારના કર્મયોગીઓની ૨ કલાકની...

વાગડીયા ગામે નર્મદા નદીમાં ફસાયેલા ૪ શ્રમિકોને SoU પરિવારના કર્મયોગીઓની ૨ કલાકની મહેનત બાદ સહીસલામત બચાવી લેવાયા

- SoU સત્તા મંડળ પોલીસ અને રિવર રાફટિંગ સ્ટાફ દ્વારા બચાવ કામગીરી કરાઈ

(જ્યોતિ જગતાપ,રાજપીપલા)
એકતા નગર પાસે આવેલ વાગડિયા ગામ પાસે આવેલ નર્મદા નદીની વચ્ચે આવેલ નાનકડા ટાપુ પર ફસાયેલ ૪ શ્રમિકોને SoU પરિવારના કર્મયોગીઓ સૂઝબૂઝથી અને ૨ કલાકની જહેમત બાદ સફળતા પૂર્વક બચાવ કામગીરી બાદ બચાવી લેવાયા છે.
બનાવની વિગત એવી છે કે નર્મદા કંટ્રોલ ઓથોરિટીના હુકમ મુજબ નર્મદા ડેમના જળવિદ્યુત મથકો રોજ સાંજે ચાલુ કરીને નદીમાં પાણી છોડાય છે અને આ અંગે વારંવાર કાંઠા વિસ્તારમાં અગમચેતી દાખવવા સૂચનાઓ પણ આપવામાં આવી છે તેમ છતાં સાંજે એક ખાનગી હોટેલના બાંધકામ સાથે જોડાયેલ ૪ શ્રમિકો (૧) સંજય પાસવાન (૨) રણજિત પાસવાન (૩) સચિન પાસવાન (૪) ઈસ્માઈલ શેખ નર્મદા નદીનો પટ ખાલી હોય વચ્ચેના ભાગમાં ગયા હતા જે બાદ સાંજે 6 કલાકની આસપાસ જળવિદ્યુત મથકો શરૂ થતાં તેનું પાણી નદીમાં આવ્યું હતું.દરમ્યાન વચ્ચે આવેલ ટાપુની આસપાસ જળસપાટી વધી જતાં ઉપરોકત તમામ ૪ શ્રમિકો ટાપુ પર ફસાઈ ગયા હતા.
આ દરમ્યાન એકતા ક્રુઝ સંચાલક પ્રદીપ ડિસોઝાને આ અંગે માહિતી મળતા તેઓએ SoU સત્તામંડળના નાયબ પોલીસ અધિક્ષક રિયાઝ સરવૈયાને જાણ કરતાસરવૈયાએ સૂઝબૂઝ દાખવી અત્રે કાર્યરત SoU સત્તામંડળના મહિલા પોલીસ ઈન્સ્પેકટર એન.આર.ગોહિલ અને રિવર રાફટિંગના મેનેજર વિનીતકુમાર સૈનિને જાણ કરતા સૈનીની સાથે મહાવીર નેગી,મુકેશ રાણા, મનીષ રાણા,અંકિત રાણા,પુરન નેગી અને રાકેશ દાસ કે જેઓ નિષ્ણાંત તરવૈયા હોય લાઈફજેકેટ સહિતના બચાવના સાધનો અને બોટ લઈને નદી વચ્ચે આવેલ ટાપુ પાસે પહોંચીને અંધારામાં ૨ કલાકની જહેમત બાદ તમામ ૪ લોકોને સહીસલામત બહાર ખસેડયા હતા.
ઉલ્લેખનીય છે કે ૨૦ દિવસ પહેલાથી નર્મદા કંટ્રોલ ઓથોરિટીના આદેશ મુજબ નર્મદા ડેમના જળવિદ્યુત મથકોનુ સંચાલન કરી રોજ સાંજે પાણી છોડવામાં આવે છે અને આ અંગે વારંવાર નદીકાંઠે ન જવા માટે તંત્ર દ્વારા ચેતવણી આપવામાં આવી હોવા છતાં પણ આ ૪ વ્યક્તિઓ નદીનો પટ ખાલી જોઈને ટાપુ પર ગયા હતા.SoU તંત્રના કર્મયોગીઓ હંમેશા લોકોની મદદ માટે તત્પર હોય છે જેથી તુરંત બચાવ કામગીરી હાથ ધરીને તમામને સહીસલામત બચાવી લેવાયા છે. સફળ બચાવ કામગીરી બાદ બચાવ કામગીરી કરનાર તમામ કર્મયોગીને SoU સત્તામંડળના ઉચ્ચ અધિકારીઓએ તમામ કર્મયોગીઓની કામગીરીને બિરદાવી અભિનંદન પાઠવ્યા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!