google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Monday, July 15, 2024
HomeCrimeઅંકલેશ્વરના ઉમરવાડા નજીક દારૂલ ઉલૂમ માંથી કતલખાનું ઝડપી ગૌવંશની કતલ કરતા ૪...

અંકલેશ્વરના ઉમરવાડા નજીક દારૂલ ઉલૂમ માંથી કતલખાનું ઝડપી ગૌવંશની કતલ કરતા ૪ શખ્સોની અટકાયત

- ગૌમાંસ મંગાવનાર મૌલવી મોહમંદ ઝૂબેર યાકુબને વોન્ટેડ જાહેર કરતી પોલીસ

અંક્લેશ્વર,

ભરૂચ જીલ્લાના અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે અંકલેશ્વરના ઉમરવાડા માર્ગ પર આવેલા દારૂલ ઉલૂમમાં રસોડાની સામે ઓરડીમાં ગોયા ચોક માંથી ગૌ વંશની કતલ કરતાં સગીર સહિત ૪ ઈસમોને ગૌમાંસના જથ્થા સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર અંકલેશ્વર શહેર એ-ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન બાતમી મળી હતી કે અંકલેશ્વર શહેરના સુરતી ભાગોળથી ઉમરવાડા માર્ગ પર આવેલા દારૂલ ઉલૂમમાં ગૌવંશનું ગેરકાયદેસર રીતે કતલ કરવામાં આવી રહ્યું છે.જેવી બાતમીના આધારે પોલીસે સ્થળ પર દરોડા પાડ્યા હતા.પોલીસે દારૂલ ઉલૂમમાં રસોડાની સામે ઓરડીમાં ગોયા ચોકમાં તપાસ કરતાં ત્યાંથી ૧૬૫ કિલો ગૌમાંસ અને કતલ કરેલા ગૌવંશના અવશેષો મળી આવતા પોલીસે ૧૬૫ કિલો ગૌમાંસ અને ચપ્પુ-છરા સહિતના સાધનો મળી ૬૩ હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.સાથે જ પોલીસે ચૌટા બજાર સ્થિત અલીફઝા એપાર્ટમેન્ટમાં રહેતા ઈફ્તેખાર ઉર્ફે ઈસ્તિયાઝ કમાલ કુરેશી,મહમંદ જૂનેદ ઉર્ફે અનવર સુરેશી,મહમંદ સરફરાજ ઉર્ફે દેવીલાલ ગુલામ કાદર ખલીફા તેમજ એક સગીર તેમજ ટ્રસ્ટી મનક્રોડ ઈકબાલ મુસાજીને ઝડપી પાડયા હતા.જ્યારે ગૌમાંસ મંગાવનાર મૌલવી મોહમંદ ઝૂબેર યાકુબને વોન્ટેડ જાહેર કરી અંકલેશ્વર એ ડિવિઝન પોલીસે વધુ તપાસ હાથધરી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!