આમોદ,
ભરૂચના પંડીત દિનદયાળ ઉપાધ્યાય એપાર્ટમેન્ટમાં રહેતાં અતુલ અરૂણ પાટીલ આમોદના નાહિયેર ખાતે આવેલી પિડિલાઈટ લિટોકોલ કંપનીમાં યુનિટ હેડ તરીકે ત્રણ વર્ષથી ફરજ બજાવે છે.ગઈકાલે તેઓ સાંજે કંપની બધ કરી ઘરે આવ્યા હતા.દરમ્યાનમાં શુક્રવારે સવારે તેમના સિક્યુરિટી ગાર્ડ વિક્રમ આર્યનો ફોન આવ્યો હતો કે તે નાઈટ શિફ્ટમાં નોકરી કરતો હતો.તે વેળાંસવારે સાડા ત્રણેક વાગ્યે ચાર શખ્સોએ તેમની કંપનીમાં પ્રવેશ કર્યો હતો.તેમણે તેની પાસે આવી વાંદરીપાના જેવા સાધનથી તેમને ધમકાવ્યાં હતા.જે બાદ ફાયર પંપહાઉસની બાજુમાં સ્ટોરેજ કન્ટેનર અને એડમિન બ્લોકની ઓફિસમાં ગયાં હતાં. જે બાદ સવારે સવાર ચાર વાગ્યાના અરસામાં કંપનીની પાછળની દિવાલ તરફથી ત્યાંથી ભાગી ગયાં હતા.તેમણે જઈ તપાસ કરતાં તેમણે કંપનીમાં સ્ટોર વિભાગ,ફાયર વોટરપંપ હાઉસ અને આઇટી સર્વર રૂમમાંથી કુલ ૧.૮૦ લાખના સામાનની ચોરી કરી રફૂચક્કર થઇ ગયાં હોવાનું જણાવ્યું હતુ.બનાવ સંદર્ભે તેમણે આમોદ પોલીસમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી તપાસ શરૂકરી છે.