google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Saturday, July 13, 2024
HomeGujarat૪૦ ડિગ્રી કાળઝાળ ગરમીમાં નર્મદામાં ટ્રાફિક નિયમનની કામગીરી કરતા જવાનોની આરોગ્યની તપાસ...

૪૦ ડિગ્રી કાળઝાળ ગરમીમાં નર્મદામાં ટ્રાફિક નિયમનની કામગીરી કરતા જવાનોની આરોગ્યની તપાસ કરાઈ

(જ્યોતિ જગતાપ,રાજપીપલા)
હાલ નર્મદામાં ૪૦ ડિગ્રી જેટલી અસહ્ય ગરમી પડી રહી છે.ત્યારે આટલી કાળઝાળ ગરમીમાં પણ ટ્રાફિકની સેવા આપતા ટ્રાફિક જવાનોની સ્થિતિ ખરેખર દયનીય હોય છે.ત્યારે આવા જવાનોની વહારે તંત્ર આગળ આવ્યું છે.કાળઝાળ ગરમીની વચ્ચે પણ ટ્રાફિક નિયમનની પ્રસંશનીય કામગીરી કરતા તેમજ સેવા,સુરક્ષા અને શાંતિ પ્રસ્થાપિત કરવા સદાય તત્પર રહેનારા નર્મદા જીલ્લા ટ્રાફિક શાખાના પોલીસ જવાનોને ગરમી તેમજ હીટવેવના કારણે શારીરિક-માનસિક સ્વાસ્થ્ય પર વિપરિત અસર ન થાય તે માટે જનરલ હોસ્પિટલ રાજપીપલા ખાતે મેડિકલ તપાસણી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
વડોદરા પોલીસ મહાનિરીક્ષક સંદીપ સિંહ તેમજ જીલ્લા પોલીસ વડા પ્રશાંત સુંબેના માર્ગદર્શન હેઠળ તેમજ રાજપીપલા જનરલ હોસ્પિટલના ડીન ડૉ.અવિનાશ દવેના સહયોગથી ઉભા કરાયેલા આ કેમ્પમાં જીલ્લા ટ્રાફિક શાખાના પોલીસ સબ ઈન્સપેક્ટર એસ.એસ.મિશ્રા સહિત ટ્રાફિક શાખાના કુલ ૧૯ પોલીસ જવાનોના આરોગ્યની તપાસ કરાઈ હતી.જેમાં લેબોરેટરી ટેસ્ટ,હાઈ બીપી,સુગર,કોલેસ્ટ્રોલ,એચ.આઈ.વી,યુરીન ટેસ્ટ,આંખ તથા ગળા અને કાનનું ચેકઅપ,માનસિક રોગોના વિભાગમાં રૂટીન એકઅપ તથા જનરલ ચેકઅપ સહિતની તપાસ કરવામાં આવી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!