google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Tuesday, April 16, 2024
HomeCrimeતિલકવાડાના કામસોલી ગામના ખેતર પાસેથી ૪,૫૩,૪૭૦ નો દારૂ પકડાયો

તિલકવાડાના કામસોલી ગામના ખેતર પાસેથી ૪,૫૩,૪૭૦ નો દારૂ પકડાયો

- કાર ચાલક ભાગી છૂટતા પોલીસે ફિલ્મી ઢબે પીછો કર્યો - કાર ચાલક ખેતરોના શેઢામાં ઢાળવાળી જગ્યાએ નીચે ઉતારી કાર મુકી અંધારામાં ભાગી છૂટ્યો

(જ્યોતિ જગતાપ,રાજપીપલા)

ગુજરાતમાં દારૂ બંધી હોવા છતાં ખુલ્લેઆમ દારૂનું વેચાણ થાય છે.એના પ્રમાણ સ્વરૂપે નર્મદા જીલ્લા માંથી ઈંગ્લીશ દારૂની હેરાફેરી કરતા ૨,૫૩,૪૭૦ નો દારૂ તથા ૨ લાખની ગાડી મળી કુલ કિ.રૂ.૪,૫૩,૪૭૦ નો મુદ્દામાલ તિલકવાડા પોલીસે પકડી પાડ્યો છે. પોલીસે નાકા બંધી કરતા બુટલેગર કાર સાથે ભાગી છુટતા પોલીસે ફિલ્મી ઢબે પીછો કરતા કાર કારચાલક મુદ્દામાલ સાથે કાર મૂકીને ભાગી છુટતા પોલીસે મુદ્દામાલ સહીત કાર કબજે લીધી છે.

મયુરસિંહ રાજપુત .ચા.નાયબ પોલીસ અધિક્ષક, એકતાનગર ડિવીઝન તથાઆર.એસ.ડોડીયા, સર્કલ પોલીસ ઈન્સ્પેકટર એકતાનગર નાઓના માર્ગદર્શન હેઠળ જે.એમ.લટા પોલીસ સબ ઈન્સ્પેકટર

તિલકવાડા પોલીસ સ્ટાફ સાથે રાત્રી દરમ્યાન દેવલીયા ચેક પોસ્ટ ઉપર નાકા બંધીમાં હતા તે દરમ્યાન ભાદરવા ગામ તરફથી એક ફોર વ્હીલ ગાડી આવતી હતી.ગાડીને ઉભી રખાવવા જતા ગાડીના ચાલકે

પુરઝડપે હંકારી બેરીકેટના સાઈડ માંથી નીકળી તિલકવાડા ગામ તરફના રોડ ઉપર ભાગતા તિલકવાડા  પોલીસ માણસો પાસે નાકાબંધી કરાવતા કામસોલી ટેકરા ગામ તરફ ભાગતા ગાડીનો પીછો પોલીસે કર્યો હતો. જેથી ચાલક કામસોલી ટેકરા ગામ પસાર ખેતરોના શેઢામાં ઢાળવાળી જગ્યાએ નીચે ઉતારી ગાડી મુકી અંધારામાં ભાગી ગયો હતો.

પોલીસે ગાડી નં.જીજે ૨૩ એએફ ૮૯૯૫ ને પકડી ચેક કરતા તેમાંથી ૨ લાખની ગાડી મળી મળી કુલ ૪,૫૩,૪૭૦ નો ઈંગ્લીશ દારૂનો મુદ્દામાલ પકડી પાડી કબ્જે લીધો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!