google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Tuesday, April 16, 2024
HomeGujaratસ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગર ખાતે નવા આકર્ષણો ઉમેરવા માટે નવા બજેટમાં ૪૭૫...

સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગર ખાતે નવા આકર્ષણો ઉમેરવા માટે નવા બજેટમાં ૪૭૫ કરોડની જોગવાઈ

- આશાસ્પદ હોસ્પિટાલિટી ડિસ્ટ્રીકટ પ્રોજેકટ માટે ૩૦૦ કરોડની ફાળવણી- સ્ટેચ્યુ ઓફ યુનિટીના વિકાસ અને માળખાકીય વિકાસ માટે ૧૫૦ કરોડની ફાળવણી

(જ્યોતિ જગતાપ,રાજપીપલા) 

ગુજરાત સરકારે રજુ થયેલ વર્ષ ૨૦૨૪-૨૫ ના બજેટમાં પ્રવાસન ક્ષેત્ર ઉપર ખાસ ફોકસ કરવામાં આવ્યું છે અને તેના હેઠળ ગુજરાતના વિશ્વ કક્ષાના પ્રવાસન ક્ષેત્ર સ્ટેચ્યુ ઓફ યુનિટી-એકતાનગર ખાતે નવા આકર્ષણો ઉમેરવામાં આવશે.એકતા નગર માટે બજેટમાં રૂ.૪૭૫ કરોડ કરતા વધુ રકમની જોગવાઈ કરવામાં આવી છે.બજેટમાં જાહેરાત કરાયેલ તમામ કાર્યો સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયમન સત્તામંડળ, એકતા નગરના અધ્યક્ષ અને નર્મદા નિગમના વહીવટી સંચાલક મુકેશ પૂરી અને મુખ્ય કારોબારી અધિકારી અને નર્મદા નિગમના સંયુકત વહીવટી સંચાલક ઉદિત અગ્રવાલના સંયુકત માર્ગદર્શનમાં હાથ ધરવામાં આવશે.   

નાણા મંત્રી કનુભાઈ દેસાઈએ શુક્રવારે વિધાનસભામાં વર્ષ ૨૦૨૪-૨૫ માટેનું બજેટ રજુ કર્યું. બજેટમાં પ્રવાસન ક્ષેત્રને વેગ આપવા પર ખાસ ભાર મૂકાયો છે. નાણા મંત્રીએ સ્ટેચ્યુ ઓફ યુનિટી,એકતા નગર માટે વિવિધ આકર્ષણો ઉમેરવા માટે રૂ.૪૭૫ કરોડ કરતા વધુની રકમની જોગવાઈ કરવામાં આવી છે.બજેટની જોગવાઈઓ મુજબ સ્ટેચ્યુ ઓફ યુનિટી સંકુલના વિકાસ અને આંતરમાળખાકીય સુવિધાઓની વૃદ્ધિ માટે રૂ.૧૫૦ કરોડ, એકતા નગર ખાતે હોસ્પિટાલિટી ડિસ્ટ્રીક્ટ વિકાસના પ્રોજેક્ટ માટે રૂ.૩૦૦ કરોડ અને એકતા નગર ખાતે જ સરદાર સરોવર ડેમ એક્સપીરિયન્સ સેન્ટરના પ્રોજેક્ટ માટે રૂ. ૨૫ કરોડની જોગવાઈઓ કરવામાં આવી છે.આ ઉપરાંત બજેટમાં એકતા નગર ખાતે ગુજરાત વંદના તેમજ દેશી રજવાડાઓનું સંગ્રહાલય બનાવવાની સાથે વીર બાળક ઉદ્યાન બનાવવાના આયોજનની પણ જાહેરાત કરવામાં આવી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!