(જ્યોતિ જગતાપ,રાજપીપલા)
નર્મદા જિલ્લામાં જાન્યુઆરી મહિના દરમિયાનમાં લેપ્રેસી કેસ ડિટેક્ટ કાર્યક્રમ કરવામાં આવ્યો. જે અંતર્ગત જિલ્લામાંથી રક્તપિતના ૫૦ નવા દર્દીઓને શોધી કાઢવામાં આવ્યા છે.તેમાં ચેપી અને બીનચેપી દર્દીઓનો સમાવેશ થાય છે.જેમની સારવાર હાલ શરૂ કરી દેવામાં આવી છે.
પ્રતિ વર્ષ તારીખ ૩૦મી જાન્યુઆરીના એન્ટી લેપ્રેસી દિવસની ઉજવણી કરવામાં આવે છે.નર્મદા જિલ્લામાં આ દિવસની ઉજવણી અંતર્ગત ગામડાઓમો ગ્રામસભાનું આયોજન કરવાનું નક્કી કરાયું છે. તેમજ તમામ લોકોને રક્તપિત રોગ વિશે જાણકારી મળી રહે તેમજ રક્તપિતના દર્દીઓને લોકોનો સહકાર મળે જેથી રક્તપિત્તનાં દર્દીને શારીરિક, માનસિક, સામાજિક અને આર્થિક રીતે પણ સહાયકરૂપ બની શકાય. વધુમાં ૩૦/૦૧/૨૦૨૪ થી ૧૩/૦૨/૨૦૨૪ દિન -૧૫ દરમ્યાન સ્પર્શ લેપ્રસી અવરનેસ કેમ્પેઈનની કામગીરીનો શુભારંભ કરવાનો થશે.જેમાં આ મુજબની કામગીરી કરવામાં આવશે.
સમાજ માંથી રક્તપિત નાબુદ કરવાના અભિયાનમાં હકારાત્મક અભિગમ સાથે કુટુંબ અને દેશને રક્તપિત્ત મુકત કરવાની દિશામાં અગ્રેસર કરવા સઘન ઝુંબેશ યોજાશે.બીજી તરફ આ પહેલા તારીખ ૧ જાન્યુઆરીથી ૧૯ જાન્યુઆરી સુધી લેપ્રેસી કેસ ડિટેકશન કેમ્પેઈન કાર્યક્રમ યોજાયો હતો.જેમાં ૭૦૭ જેટલી ટીમો બનાવવામાં આવી હતી.જેમાં એક પુરુષ આરોગ્ય કર્મી,એક આશા વર્કરનો સમાવેશ કરવામા આવ્યો હતો.તેમના દ્વારા સર્વે કરી રક્તપિતના લક્ષણો ધરાવતા દર્દીઓ શોધી કાઢવાની કામગીરી હાથ ધરાઈ હતી.આ ઝુંબેશમાં નર્મદા જિલ્લા માંથી રક્તપિતના ૫૦ નવા દર્દીઓ શોધી કાઢવામાં આવ્યા હતા.જેમાં ૨૯ દર્દીઓ ચેપી રક્તપિતના અને ૨૧ દર્દીઓ બીન ચેપી રક્તપિતના મળી આવતાં તેમની સારવાર શરુ કરી દેવામા આવી છે.