google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Tuesday, July 23, 2024
HomeCrimeરાજપારડી ગામે ઘર નજીક લટકતો વીજ વાયર અડી જતા ૫૦ વર્ષીય ઈસમનું...

રાજપારડી ગામે ઘર નજીક લટકતો વીજ વાયર અડી જતા ૫૦ વર્ષીય ઈસમનું વીજ કરંટથી ઘટના સ્થળે મોત

- વીજ કરંટ લાગેલ ઈસમને બચાવવા દોડી આવેલ તેમના પત્ની અને પુત્રને પણ વીજ કરંટ લાગ્યો

(ગુલામહુશેન ખત્રી,રાજપારડી)

ભરૂચ જીલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપારડી ગામે ઘરની બહાર લટકતા વીજ વાયરથી કરંટ લાગતા એક ઈસમનું મોત નીપજ્યું હતું.જ્યારે મૃતકના પત્ની અને પુત્રને પણ વીજ કરંટ લાગ્યો હતો.

આ અંગે રાજપારડી પોલીસ માંથી મળતી વિગતો મુજબ રાજપારડીના જીએમડીસી રોડ પર રહેતા ૫૦ વર્ષીય મહેન્દ્રભાઈ રતિલાલ વસાવા ગતરોજ તા.૩૦ મીના રોજ સાંજના સાડા સાત વાગ્યાના અરસામાં મજુરી કામેથી ઘરે પરત આવ્યા હતા.તે દરમ્યાન ઘરની આગળ એક લટકતા વીજ વાયરને અડી જતા તેઓ જમીન પર પડી ગયા હતા.આ જોઈને તેમના પત્ની શનુબેન અને પુત્ર સુનિલ ઘરની બહાર દોડી આવ્યા હતા.બહાર વીજ વાયરને અડી જતા મહેન્દ્રભાઈ વાયર સાથે જમીન પર પડેલ હોવાનું જણાતા શનુબેન  અને તેમનો પુત્ર સુનિલ તેમને બચાવવા જતા બન્ને માતા પુત્રને પણ વીજ કરંટ લાગ્યો હતો.વીજ કરંટ લાગતા મહેન્દ્રભાઈનું સ્થળ ઉપરજ કરૂણ મોત નીપજ્યું હતું.જ્યારે તેમને બચાવવા દોડી આવેલ તેમના પત્ની શનુબેન અને પુત્ર સુનિલને પણ વીજ કરંટ લાગતા ઈજાગ્રસ્ત થયેલ  સુનિલને અવિધા સરકારી દવાખાને સારવાર માટે લઈ જવાયો હતો.ત્યાર બાદ વધુ સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવાયો હતો.ઘટના સંદર્ભે મૃતકના પત્ની શનુબેન મહેન્દ્રભાઈ વસાવા રહે.જીએમડીસી રોડ રાજપારડી,તા.ઝઘડિયાનાએ રાજપારડી પોલીસ મથકે જાણ કરી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!