ભરૂચ,
ભરૂચના ઝાડેશ્વર વિશ્વ ગાયત્રી મંદિર અલખધામ ખાતે માં નર્મદાજીનો ૨૬ મો નર્મદા જયંતિ મહોત્સવની ઉજવણી ચાલી રહી છે.જેના ભાગરૂપે આજરોજ તારીખ ૧૫ ફેબ્રુઆરીને ગુરૂવારના રોજ માં નર્મદાજીના કિનારે ૫૧ કુંડી ગાયત્રી મહાયાગનું આયોજન કરાયું હતું.
ભરૂચના ઝાડેશ્વર વિશ્વ ગાયત્રી મંદિર અલખધામ ખાતે ૨૬ મો માં નર્મદા જયંતિ મહોત્સવને લઈ વિવિધ કાર્યક્રમોની ઉજવણી થઈ રહી છે.જેમાં તારીખ ૮ ફેબ્રુઆરી થી ૧૪ ફેબ્રુઆરીને બુધવાર સુધી ગાયત્રી મહાપુરાણ કથાનું આયોજન કરાયું હતું.જે કથા ૧૪ ફેબ્રુઆરીના રોજ પૂર્ણાહુતિ થઈ હતી.ત્યારે આજરોજ તારીખ ૧૫ ફેબ્રુઆરીને ગુરૂવારના રોજ ગાયત્રી મંદિર ખાતે ૫૧ કુંડી ગાયત્રી મહાયાગનું આયોજન કરાયું હતું તથા આજે સાંજે ૯ કલાકે લોક ડાયરાનું પણ આયોજન કરાયું છે.નામી કલાકારો દ્વારા ડાયરાની રમઝટ બોલાવશે તથા આવતીકાલે તારીખ ૧૬ ફેબ્રુઆરીને શુક્રવારના રોજ માં નર્મદાજીનો પ્રાગટ્ય દિવસ નર્મદાજીની જન્મ જયંતીની ઉજવણી ઝાડેશ્વર વિશ્વ ગાયત્રી મંદિર દ્વારા ભવ્ય રીતે કરવામાં આવનાર છે.જેમાં સવા લાખ દિવડાની મહા આરતી, ભવ્ય અન્નકૂટ,ભવ્ય આતશબાજી માં નર્મદાજીને મહા મહાપૂજન ૧૦૦૮ નંગ સાડી અર્પણ,મહાઅભિષેક, મહાપ્રસાદી અને કેક કટીંગ સહિત વિવિધ કાર્યક્રમો કરી માં નર્મદાજીની જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવનાર છે.જેમાં ઝાડેશ્વર વિશ્વ ગાયત્રી મંદિરના સંચાલક મહંત માતાઓ દ્વારા ભરૂચની જનતાને આવતીકાલે માં નર્મદા નદીના પ્રાગટ્ય દિવસની ઉજવણીમાં સહભાગી થવા વિનંતી કરી હતી.