google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Monday, July 15, 2024
HomeGujaratનર્મદા ડેમના આરબીપીએચના ૬ ટર્બાઈન ચાલુ કરાતા વીજ ઉત્પાદન શરૂ

નર્મદા ડેમના આરબીપીએચના ૬ ટર્બાઈન ચાલુ કરાતા વીજ ઉત્પાદન શરૂ

- નર્મદા ડેમ માંથી ૧૮ હજાર ક્યુસેક પાણીની જાવક : નર્મદા ડેમમાં જુલાઈ સુધી પીવાનું પૂરતું પાણી છે

(જ્યોતિ જગતાપ,રાજપીપલા)

મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશની વીજળીની જરૂરિયાતને પુરી કરવા માટે એનસીએના આદેશથી ડેમના રીવરબેડ પાવર હાઉસ ચાલુ કરવામાંઆવ્યું છે.ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમના આરબીપીએચના ૬ ટર્બાઈન ચાલુ કરાતા વીજ ઉત્પાદન શરૂ થયું છે.જોકે નર્મદા ડેમના રીવર બેડ પાવર હાઉસના ટર્બાઈન ૨૯મી એપ્રિલથી સતત ધમધમી રહ્યા છે હાલ ડેમની સપાટી ૧૨૦.૫૦ મીટર છે. સરદાર સરોવરમાં ૪ હજાર કયુસેક પાણી આવી રહયું છે.જેની સામે ૧૮ હજાર કયુસેક પાણીની જાવક થઈ રહી છે.હાલ નર્મદા ડેમ સહિત ૨૦૭ ડેમમાં ૩૧.૨૭ ટકા ઉપયોગમાં લઈ શકાય તેટલું પાણી છે અને જુલાઈ સુધી પીવાનાં પૂરતાં પાણીનો તંત્રનો દાવો છે.સરદાર સરોવર નર્મદા ડેમમાં અત્યારે ૫૩.૪૨ ટકા ગ્રોસ સ્ટોરેજ છે.જે પૈકી ૨૩.૫૦ ટકા જથ્થો વપરાશમાં લઈ શકાય તેટલો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!