(જ્યોતિ જગતાપ,રાજપીપલા)
નાંદોદ તાલુકાના બીતાડા ચેક પોસ્ટ ઉપરથી કાજુના છોતરાની બોરીઓની આડમાં છુપાવેલ રૂ.૬૧,૧૪,૫૦૦ ની કિંમતનો ૬૧૧.૪૫૦ કિલો સૂકા ગાંજા અને ટેમ્પા સાથે કુલ .રૂ.૬૬,૮૦,૫૧૫ નો મુદ્દામાલ નર્મદા એલસીબી અને એસઓજી પોલીસે ઝડપ્યો છે.મુદ્દામાલ સાથે ગુનામાં સંડોવાયેલ એક આરોપીની પણ પોલીસે ધરપકડ કરી છે.
નાયબ પોલીસ અધિક્ષક વાણી દૂધાતે પત્રકાર પરિષદમાં વિશેષ માહિતી આપતાં જણાવ્યું હતું કે નર્મદા જીલ્લો બે રાજ્યો ને અડી ને આવેલ જીલ્લો છે ત્યારે અહીં થી અન્ય રાજ્ય માં અનેક ગુનાહિત ચીજવસ્તુઓની હેરાફેરી થતી હોય છે.ત્યારે આજે
નર્મદા પોલીસને મળી મોટી સફળતા આજે માણસોને ગેરકાયદેસર માદક પદાર્થોની હેરાફેરી ઉપર વોચ રાખી ઝડપી પાડવાની સુચનાને આધારે બીતાડા પાસે વાહન ચેકીંગ કરતા કેસરી કલરનો આઈસર ટેમ્પો શંકાસ્પદ જણાતા તેને રોકવા જતા આઈસર ટેમ્પા માંથી એક આરોપી કુદીને ભાગી ગયેલ.જોકે પોલીસે આઇસર ટેમ્પાને આંતરીને એક ટેમ્પા ચાલક ઝડપી પાડીઆરોપી
રાકેશકુમાર લલિતકુમાર બારીક રહે.બંકીમુહન, (ઓરિસ્સા) ને ઝડપી પાડેલ.તેમજ ફરાર
આરોપીનું નામ-ઠામ પુછતાં રબીન રહે.ભરમપુરન હોવાનું જણાવેલ.આઈસર ટેમ્પાને ચેકકરતાં કાજુના છોતરાની બોરીઓ મળી આવેલ.આ કાજુના છોતરાની બોરીઓની નીચે મીણીયા કોથળાઓ હતા.જે ચેક કરતાં તેમાં સેલો ટેપ દ્વારા સુકા ગાંજાના પેકેટો બનાવી આ મીણીયા થેલામાં મછુપાવેલ હતા . પોલીસે ટેમ્પા ચાલકની ધરપકડ કરી કરી તથા ફરાર આરોપીને વોન્ટેડ બતાવી NDPS એક્ટ હેઠળ રાજપીપલા પોલીસ મથકમાં ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ઘરેલ છે પોલીસે ગાંજાનો જથ્થો, ટેમ્પો,ઉપરાંત કાજુના છોતરા ભરેલ કિ.રૂ.૫૭૬૪૫ ની કિંમતની પ્લાસ્ટીકની ૭૮ નંગ કોથળીઓ, દોરડું, મોબાઈલ ફોન, અન્ય દસ્તાવેજો પણ કબ્જે કર્યા છે.ત્યારે હજુ નર્મદા પોલીસે આ આરોપીને રિમાર્ડ માગી હજુ કેટલા આવા ગુનામાં ફસાયેલ છે અને આનો કોણ મેન સૂત્રધાર છે એ બાબતે પોલોસે પૂછતાછ શરૂ કરી છે.