google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Monday, July 15, 2024
HomeGujaratવડોદરાથી ઉત્તરવાહીની નર્મદા પરિક્રમા કરવા માટે આવેલા ૬૩ વર્ષીય આધેડનું પરિક્રમા દરમ્યાન...

વડોદરાથી ઉત્તરવાહીની નર્મદા પરિક્રમા કરવા માટે આવેલા ૬૩ વર્ષીય આધેડનું પરિક્રમા દરમ્યાન મોત

- હરિસ મદને પોતાની પત્ની અને પરિવાર સાથે આવ્યા હતા નર્મદા પરિક્રમા કરવા - તત્કાલીક ૧૦૮ એમ્બ્યુલન્સ બોલાવી હોસ્પિટલ ખસેડવામાં આવતા તિલકવાડા સરકારી હોસ્પિટલ ખાતે દર્દીની તપાસ કરતા ડોકટરોએ મૃત જાહેર કર્યા

(જ્યોતિ જગતાપ,રાજપીપલા)
વડોદરાથી ઉત્તરવાહીની નર્મદા પરિક્રમા કરવા માટે આવેલા 63 વર્ષીય ઇસમનું પરિક્રમા દરમ્યાન મોતથતા ભક્તોમાં ઘેરા શોકનું મોજું ફરી વળ્યું છે.
વડોદરા માંજલપુર ના સુરભી પાર્ક માં રહેતા 63 વર્ષીય હરિસ ગણપતરાવ મદનેનું મોત નીપજતા માંજલપુર વિસ્તાર માં ઘેરા શોકની લાગણી જોવા મળી હતી.
બનાવની વિગત અનુસાર હરિસ મદને પોતાની પત્ની અને પરિવાર સાથે નર્મદા પરિક્રમા કરવાઆવ્યા હતા પરિક્રમા દરમિયાન તબિયત બગડતા કપિલેશ્વર મંદિર ખાતે આરોગ્ય ટિમ દ્વારા દર્દી ની તપાસ કરવામાં આવી હતી.જોકે પરિક્રમા માર્ગ પર તૈનાત આરોગ્ય ટિમ દ્વારા દર્દીની તપાસ કરી તત્કાલીક ૧૦૮ એમ્બ્યુલન્સ બોલાવી હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતા.જ્યાં તિલકવાડા સરકારી હોસ્પિટલ ખાતે દર્દી ની તપાસ કરતા ડોકટરોએ મૃત જાહેર કર્યા હતા.
જોકે ૬૩ વર્ષીય હરિસ મદનેને અગાવ પણ હાર્ટ એટેક અને પેરેલીસીસ ની તકલીફ હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળેલ છે.પરિક્રમા દરમ્યાન ૬૩ વર્ષીય હરીશભાઈ મદને નું મૃત્યુ થતા પરિવાર માં શોકનો માહોલ છવાયો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!