google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Sunday, July 14, 2024
HomeGujaratભરૂચ જિલ્લા ખાતે ૬૩મી સુબ્રતો કપ ફૂટબોલ ટુર્નામેન્ટનું બે દિવસીય આયોજન કરાયું...

ભરૂચ જિલ્લા ખાતે ૬૩મી સુબ્રતો કપ ફૂટબોલ ટુર્નામેન્ટનું બે દિવસીય આયોજન કરાયું હતું

ભરૂચ,
ભરૂચ જિલ્લામાં શ્રી મણિબા ચુનીલાલ સંસ્કાર વિદ્યાભવન ખાતે ૬૩મી સુબ્રોતો મુખર્જી ફૂટબોલ ટુર્નામેન્ટનું આયોજન જિલ્લા રમતગમત અધિકારીની કચેરી ભરૂચ દ્વારા કરવામાં આવ્યું હતું.આ ટુર્નામેન્ટ તા ૨૯ અને ૩૦ એપ્રિલના રોજ રમાવાની છે.જેમાં અં-૧૫,અને અં-૧૭ ભાઈઓ- બહેનો નો સમાવેશ થાય છે. આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીખે ભરૂચના જિલ્લા શિક્ષણાધિકારી શ્રી સ્વતીબા રાઉલ હાજર રહી ખેલાડીઓને પ્રત્સાહન આપ્યું હતું.આ ટુર્નામેન્ટમાં ભાઈઓની ૯ ટીમ અને બહેનોની ૫ ટીમે ભાગ લીધો હતો.આવનાર સમયમાં વિજેતા ટીમ રાજ્યકક્ષાએ ભરૂચ જિલ્લાનું પ્રતિનિધિ કરવા જનાર છે ત્યારે ફૂટબોલ એસોસિએશનના પ્રેસિડન્ટ દિપેનભાઈ,સેક્રેટરી મયંકભાઈ બુચ,ક્રિષ્ના મહારાઉલજી તથા સંસ્કાર સ્કૂલના આચાર્ય શર્મિલા દાસ અને જિલ્લા રમત ગમત અધિકારી રાજનસિંહ ઉપસ્થિત રહી ભરૂચના ખેલાડીઓનો જુસ્સો વધાર્યો હતો.જિલ્લા શિક્ષણાધિકારી સ્વાતિ રાઉલજીએ કિક મારીને ટુર્નામેન્ટને ખુલ્લી મૂકી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!