google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Tuesday, April 16, 2024
HomeGujaratકુરાલ સ્થિત શ્રેયાંશનાથ ભગવાન તીર્થે છઠ્ઠી સાલગીરીની ઉજવણી

કુરાલ સ્થિત શ્રેયાંશનાથ ભગવાન તીર્થે છઠ્ઠી સાલગીરીની ઉજવણી

(સંજય પટેલ,જંબુસર)

કુરાલ ગામે આશરે ૭૦૦વર્ષ પહેલા શ્રેયાંશ નાથ ભગવાન જે મૂળનાયક કહેવાય છે.તેમનો પૂર્ણ ઇતિહાસ એવો છે કે જમીનમાંથી કુરાલ ગામે પાંચ મૂર્તિઓ નીકળી હતી અને કુરાલ ગામમાં જૈન મંદિર બનાવવામાં આવેલ હતું.સમ્યાન્તરે આજથી પાંચ વર્ષ પહેલા જંબુસર પાદરા હાઈવે કુરાલ ખાતે કિશોરભાઈ ઉર્ફે બિલ્લાભાઈ ઝવેરીના સ્વરદ્રવ્યથી ભવ્ય જૈન તીર્થ 2019 માં નવ નિર્મિત બનાવવામાં આવ્યું હતું. જે તીર્થંકરના નો વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્રભાઈ ત્રિવેદીના વરદ હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ત્યારથી આજદિન સુધી જૈન સાધુ, સાધ્વી,શ્રાવક ભક્તો લાભ લઈ રહ્યા છે.આજે આ તીર્થની છઠ્ઠી સાલગીરી પ્રારંભે શ્રેયાંશનાથ દાદાની ધાર્મિક રીતે રિવાજ મુજબ પૂજા વિધિ, ભજન, કીર્તન ,સત્સંગ અને ધ્વજારોહણ વિધિ વિદ્વાન બ્રાહ્મણોના શાસ્ત્રોકત મંત્રોચ્ચાર થકી કરી કિશોરભાઈ સંઘવી, ડોક્ટર જયભાઈ,તથા દીપભાઈ પરિવાર સહિત ધ્વજારોહણ લાભ લીધો હતો. આ પ્રસંગે ગુજરાત રાજ્ય પૂર્વ સ્પીકર રાજેન્દ્રભાઈ ત્રિવેદી,ચતુર્વેદી સંઘ, સહિત ઉપસ્થિત રહ્યા હતા.કુરાલ તીર્થે છઠ્ઠી સાલગીરી મહોત્સવ ની ઉજવણી હોય,વહેલી સવારથી જ શ્રાવક ભાઈ બહેનોમાં અનેરો આનંદ ઉત્સાહ જોવા મળતો હતો. શ્રેયાંશ નાથ ભગવાનની પૂજા દર્શન કરી ભક્તજનોએ ધન્યતા અનુભવી હતી.

આ પ્રસંગે પ્રદ્યુમનસિંહ, રીટાયર્ડ ડીવાયએસપી ડી એસ સોલંકી,હિતેશભાઈ માસરરોડ,મુકેશભાઈ મોભા,જૈન સમુદાય અગ્રણીઓ,હોદ્દેદારો સહિત શ્રાવકભાઈ બહેનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!