ભરૂચ,
આમોદ તાલુકાના કોલવણા ગામ ખાતે આવેલ ઈનાયત ભાઈખાની વાડીમાં ભૂરી મધમાખી ઉડતા દોડધામ મચી જવા પામી હતી.જેના પગલે ભાઈખા પરિવારના સાત લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં તમામને વાગરા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર આમોદ તાલુકાના કોલવણા ગામે શનિવારના રોજ સવારના ૧૦ વાગ્યાના અરસામાં ભાઈખા પરિવારના ૩ બાળકો સહિત કુલ ૭ વ્યક્તિઓ પોતાની વાડીએ ગાંડા બાવળની સાફ સફાઈ અર્થે ગયા હતા.જ્યાં જેસીબીથી સફાઈ કરતી વેળાએ બાવળમાં રહેલ ભૂરી મધનો પૂરો છંછેરાતા માંખો ઉડતા સ્થળ ઉપર સૌ હાજર પરિવારના લોકોને માખીઓએ ડંખ મારતા ૩ બાળકોએ સહિત કુલ ૭ લોકો ઈજાગ્રસ્ત થતાં તેઓને 108 મારફતે વાગરા આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતા.જ્યાં ફરજ પરના ડોકટર અશરફ પટેલ તેમજ તેમની ટીમે ઈજાગ્રસ્ત (૧) ઈશરત ઈકરામ ઉંમર વર્ષ ૩ (૨) ઈલ્હામ ઈકરામ ઉંમર વર્ષ ૫ (૩) મોહમ્મદ અર્શ ઉંમર વર્ષ ૧૧ (૫) રહેમતબેન ઈકરામ ઉંમર વર્ષ ૨૮ (૫) ફાતિમા સઈદ ઉંમર વર્ષ ૫૫ (૬) મુમતાજ ઈનાયત ઉંમર વર્ષ ૫૫ (૭) ઈનાયત ભાઈખા ઉંમર વર્ષ ૫૫ નાઓના શરીર ઉપરથી ડંખ કાઢી પ્રાથમિક સારવાર કરી તમામને વધુ સારવાર અર્થે ૧૦૮ મારફતે ભરૂચ હોસ્પિટલ ખાતે રિફર કર્યા હતા.
બનાવની જાણ કોલવણા ગામના સરપંચ ઝફર ગડીમલને થતા તાત્કાલિક વાગરા આરોગ્ય કેન્દ્ર ખાતે દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્તોની માહિતી મેળવી હતી અને વધુ સારવાર અર્થે ભરૂચ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
આમોદના કોલવણા ગામે મધમાખી ઉડતા એક જ પરિવારના ૭ લોકો ઈજાગ્રસ્ત
- ૩ બાળકો સહિત ૭ લોકોને મધમાખી કરડી જતાં તમામને સારવાર અર્થે વાગરા હોસ્પિટલ ખસેડાયા - પ્રાથિમક સારવાર બાદ વધુ સારવાર અર્થે ભરૂચ ખાતે રીફર કરાયા