google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Monday, July 15, 2024
HomeGujaratનેત્રંગ તાલુકાની ૧૧૦ પ્રા.શાળામાં ૭૦ શિક્ષકોની જગ્યા વર્ષોથી ખાલી

નેત્રંગ તાલુકાની ૧૧૦ પ્રા.શાળામાં ૭૦ શિક્ષકોની જગ્યા વર્ષોથી ખાલી

- માધ્યમિક - ઉ.માધ્યમિક વિભાગમાં શિક્ષકો, ક્લાર્ક - કારકુન અને સેવકમિત્રોની અછત - શિક્ષકોનો ઘટનો મુદ્દો સત્તાપક્ષ કે વિપક્ષની નેતાગીરી ઉઠાવશે તે પેચીદો પ્રશ્ન?

(વિજય વસાવા,નેત્રંગ)

જુન માસમાં નવા શૌક્ષણિક સત્રના પ્રારંભની સાથે રાજ્ય સરકાર દ્વારા શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ થકી શાળામાં નવા પ્રવેશ કરનાર વિદ્યાર્થીઓને આવકાર આપવામાં આવે છે.અભ્યાસક્રમની લગતી તમામ સાધનસામગ્રીનું વિતરણ કરાય છે.મુખ્યમંત્રી લઇને ગ્રા.પંચાયતના સરપંચો સુધીના પદાધિકારીઓ – અધિકારીઓ આ કાર્યક્રમમાં જોડાય છે.જે આનંદની બાબત છે.નેત્રંગ તાલુકાની ૧૧૦ પ્રા.શાળા અને ૨૧ માધ્યમિક-ઉ.માધ્યમિક શાળામાં પણ શાળાપ્રવેશોત્સવના કાર્યક્રમની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. 

નેત્રંગ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં કાર્યરત ૧૧૦ પ્રા.શાળામાં ૭૦ શિક્ષકો અને ૨૧  

માધ્યમિક -ઉ.માધ્યમિક હાઈસ્કુલમાં ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી જેવા અગત્યના વિષયોના શિક્ષકોની ઘટ હોવાનું જાણવા મળ્યું છે.ક્લાર્ક – કારકુન અને સેવકમિત્રોની જગ્યા પણ વર્ષોથી ખાલી છે.તો શાળા પ્રવેશોત્સવના કાર્યક્રમમાં જવાબદાર પદાધિકારીઓ – અધિકારીઓ શિક્ષકોની ઘટ વિશે જાણવા મળ્યું હશે.મોટે ભાગની પ્રા.શાળાઓ નેત્રંગ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં કાયઁરત છે.પ્રા.શાળાઓમાં ૭૦ શિક્ષકોની ઘટ હોવાથી શૌક્ષણિક કાર્ય કેવી રીતે ચાલતું હશે તે તપાસનો વિષય બન્યો છે?

ઉલ્લેખનીય છે કે નેત્રંગ તાલુકાની તમામ શાળાઓમાં શિક્ષકોની ઘટનો મુદ્દો રાજ્ય સરકાર સામે સત્તાપક્ષ કે પછી વિપક્ષની નેતાગીરી ઉઠાવશે તે લોકમુખે ચર્ચાઈ રહ્યુ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!