google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Tuesday, July 23, 2024
HomeGujaratજંબુસરમાં સૈયદ ગાંડા બાવાની દરગાહનો ૭૯ ઉર્સ શરીફ યોજાયો

જંબુસરમાં સૈયદ ગાંડા બાવાની દરગાહનો ૭૯ ઉર્સ શરીફ યોજાયો

(સંજય પટેલ,જંબુસર) 

જંબુસરના સૂફી સંત સૈયદ સૈયદમીયાં ઉર્ફે ગાંડા બાવાનો સંદલ શરીફ તથા દરગાહ ખાતે પરચમ ચઢાવી હતી.

નૂરજહાં કા નૂરે નજર સબ કી આંખ કા તારા  કુતુબુદ્દીન કે ઘર મેં આકે ચમકા કુતુબ સિતારાયે ગાંડા પીર હમારા જંબુસરના પવિત્ર સૈયદ કુતુબુદ્દીન હુસેન મિયાં માતા સૈયદાહ નૂરજહાં બીબીના ઘરે સૈયદ સૈયદમીયાં ઉર્ફે પીર રોશન ઝમીર ગાંડા બાવાનો જન્મ થયો હતો.તેઓ સાદગીભર્યું જીવન જીવી એકતા અને ભાઈચારાનો સંદેશ આપેલ  તેઓ ઈસ્લામિક ચાંદ ૧૮ તારીખ ૨૫/૧૨/૧૯૪૫ ના રોજ જન્નત નશીન થયા હતા.જેમનો ઉર્સ મુબારક અસરની નમાજ પછી સંદલ શરીફ નગરના કોટ બારણા,ઉપલી વાટ, મુખ્ય બજાર થઈ ભરત દરગાહ ખાતે આવી પહોંચી હતી.પરચમ કુશાઈ અને ઈશાની નમાજ બાદ કુર્આન શરીફ પઠન  અને સંદલ શરીફની રસ્મ અદા કરવામાં આવી હતી  અને બીજા દિવસે ઉર્સ શરીફ સાથે નાત શરીફ નો પ્રોગ્રામ મનાવવામાં આવ્યો હતો.

આ પ્રસંગે સૈયદ શાહનવાઝ બાવા, સૈયદ મોહંમદ , સૈયદ મોહમ્મદ વારિસ ઉર્ફે જાવિદ બાવા,સૈયદ વકીસબાવા, ખાનકાહે એહલે શાહીબે સજ્જાદા નસીન સૈયદ મોઇનુદ્દીન  અજીમુદ્દ્દીન કાદરી,સિનોર શામશાદ બાપુ  સહિત ધર્મપ્રેમી જનતા હાજર રહ્યા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!