અંકલેશ્વર,
અમદાવાદમાં યોજાયેલ રાજ્ય કક્ષાની તાઈકવૉન્ડો ચેમ્પિયનશિપ સ્પર્ધામાં ભરૂચ જીલ્લાના અંકલેશ્વરના ૮ સ્પર્ધકો પૈકી ૩ સ્પર્ધકે ગોલ્ડ મેડલ,૩ સિલ્વર મેડલ અને એક બ્રોન્ઝ મેડલ મેળવી ભરૂચ જીલ્લાનું રાજ્યકક્ષાએ ગૌરવ વધાર્યું છે.
અંકલેશ્વરની તક્ષશિલા શાળામાં કોચ હિતેશ વાઘેલાના માર્ગદર્શન હેઠળ તાઈકવૉન્ડોના ક્લાસ ચલાવવામાં આવી રહ્યા છે.જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ તાઈકવૉન્ડો શીખી રહ્યા છે.ત્યારે અમદાવાદ ખાતે ગુજરાત એમેચ્યોર તાઈકવૉન્ડો એસોસિએશન દ્વારા રાજ્યકક્ષાની તાઈકવૉન્ડો સ્પર્ધા ૨૦૨૩-૨૪ નું આયોજન કરવામાં આવ્યું હતું.આ સ્પર્ધામાં સમગ્ર રાજ્યમાંથી મોટી સંખ્યામાં સ્પર્ધકોએ ઉસ્તાહપૂર્વક ભાગ લીધો હતો.જેમાં અંકલેશ્વરના ૨ સ્પર્ધકોએ કોચ હિતેશ વાઘેલાના માર્ગદર્શન હેઠળ ભાગ લીધો હતો.આ સ્પર્ધમાં દ્રષ્ટિ યાદવ,ભાર્ગવી પટેલ,પિયુષ કુમાવતે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને ગોલ્ડ મેડલ મેળવ્યો હતો.જ્યારે શ્રેયા યાદવ, મયંક પટેલ, યાસીન ખલીફાએ સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો હતો.આ સાથે જ સાર્થક તિવારીએ બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો હતો.તેમજ મિહિર પટેલે પણ સ્પર્ધામાં ભાગ લીધો હતો.આમ ૩ વિદ્યાર્થીઓને સુવર્ણ ચંદ્રક,૩ વિદ્યાર્થીઓને સિલ્વર મેડલ અને ૧ વિદ્યાર્થીએ બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કરી ભરૂચ અને અંકલેશ્વર શહેરનું નામ રાજ્ય કક્ષાએ અંકિત કર્યું છે.