google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Sunday, July 14, 2024
HomeGujaratસુરત રહેતા ૮ પ્રવાસીઓ પોઈચા નર્મદા નદીમાં ડૂબ્યા : એક યુવાનને સ્થાનિકો...

સુરત રહેતા ૮ પ્રવાસીઓ પોઈચા નર્મદા નદીમાં ડૂબ્યા : એક યુવાનને સ્થાનિકો ડૂબતા આબાદ બચાવ્યો

- અમરેલી જીલ્લાનાં મૂળ વતની અને હાલ સુરત રહેતા પ્રવાસીઓ પોઈચા આવ્યા હતા : ૩ નાના બાળકો સાથે ૮ લોકો ડૂબ્યા હતા - રાજપીપળા ટાઉન પોલીસ,રાજપીપળા નગરપાલિકાના ફાયર ફાઈટરો,NDRF પહોંચી શોધખોળ હાથધરી

(જ્યોતિ જગતાપ,રાજપીપલા)

હાલ વેકેશન હોવાથી વેકેશન માણવા માટે અમરેલી જીલ્લાનાં મૂળ વતની અને હાલ સુરત રહેતા પ્રવાસીઓ પોઈચા ફરવા આવ્યા હતા.આ લોકો પોઈચા ભાઠામાં પહોંચી નહાવા પડ્યા હતા ત્યારે ગોઝારી દુર્ઘટના ઘટી હતી.જેમાં ૮ લોકો ડૂબી જવાની ઘટના બનતા ફાયર ટીમ,પોલીસ અને NDRF ની ટીમો ધટના સ્થળે પહોંચી હતી.

પોઈચા નર્મદા નદીમાં નાહવા પડતા એક પછી એક કુલ ૮ જણા ડૂબતા બચાવ બચાવની બૂમો ઉઠવા પામતા દોડ ધામ મચી જવા પામી હતી.જોકે ઘટનાની જાણ થતા સ્થાનિક નાવિકો પણ બચાવવા પાણીમાં કૂદી પડ્યા હતાપણ પાણી એટલું ઊંડું હતું કે ૮ લોકો ડૂબી જતા તેને બચાવવા દોડધામ મચી હતી. ૮ લોકોમાં ૩ નાના બાળકોનો પણ સમાવેશ થાય છે. જોકે એક યુવાનને સ્થાનિકોએ એક ને ડૂબતા આબાદ બચાવી લીધો હતો.પણ હજુ બાકીના ૭ લાપતા હોઈ તેમની શોધખોળ શરૂ થઈ છે.આ ઘટનાની જાણ કરાતા રાજપીપળા ટાઉન પોલીસ, અને રાજપીપળા નગરપાલિકાના ફાયર ફાઈટરો,NDRF ની ટીમ ઘટના સ્થળે પહોંચી અને શોધખોળ હાથઘરી હતી. પોઈચા હોનારતમાં નર્મદા નદીમાં ડૂબી ગયેલા ૭ પ્રવાસીઓ નામ (૧) ભરતભાઈ મેઘાભાઈ બલદાણિયા ૪૫ વર્ષ (૨) આરનવ ભરતભાઈ બલદાણિયા ૧૨ વર્ષ (૩) મૈત્ર્ય ભરતભાઈ બલદાણિયા ૧૫ વર્ષ (૪) વ્રજભાઈ હિંતમભાઈ બલદાણિયા ૧૧ વર્ષ (૫) આર્યન રાજુભાઈ ઝીંઝાળા ૭ વર્ષ (૬) ભાર્ગવ અશોકભાઈ હડિયા ૧૫ વર્ષ (૭)ભાવેશ વલ્લભભાઈ હડિયા ૧૫ વર્ષ તમામ રહે. ક્રિષ્ના પાર્ક સોસાયટી,સણિયા હેમાદ સુરતના રહેવાસી છે. 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!