google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Tuesday, July 23, 2024
HomeGujaratધો.૧૦ નર્મદા જીલ્લાનું ૮૬.૫૪ ટકા પરિણામ : ૫૯૮૮ વિદ્યાર્થીઓ પૈકી ૫૧૮૧ વિદ્યાર્થીઓ...

ધો.૧૦ નર્મદા જીલ્લાનું ૮૬.૫૪ ટકા પરિણામ : ૫૯૮૮ વિદ્યાર્થીઓ પૈકી ૫૧૮૧ વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા

- સૌથી વધુ પરિણામ પ્રતાપ નગર કેન્દ્રનું ૯૬.૯૫ ટકા અને સૌથી ઓછું પરિણામ ડેડીયાપાડા કેન્દ્રનું પરિણામ ૬૨.૧૭ ટકા આવ્યું - નર્મદા જીલ્લામાં ટોપ ટેનમાં પણ મેદાન મારી જતી જય અંબે ગ્રુપ ઓફ સ્કૂલ રાજપીપળા

(જ્યોતિ જગતાપ,રાજપીપલા)
આજ રોજ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડનું ધોરણ ૧૦નું માર્ચ ૨૦૨૪ ની બોર્ડની પરીક્ષાનું પરિણામ જાહેર થયું હતું.જેમાં ધોરણ ૧૦ નર્મદા જિલ્લાનું ઊંચું કહી શકાય એવું પરિણામ ૮૬.૫૪ ટકા આવ્યું હતું.જેમાં ૫૯૮૮ વિદ્યાર્થીઓ પૈકી ૫૧૮૧ વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા હતા.નર્મદા જીલ્લામાં પ્રથમ ૯૯.૯૩ પીઆર સાથે જય અંબે સ્કૂલનો વિદ્યાર્થી માછી કબીર રાકેશભાઈ પ્રથમ આવ્યો હતો.
નર્મદા જિલ્લામાં ગત વર્ષ આ વર્ષે પરિણામમાં ૩૧.૦૫ ટકાનો વધારો નોંધાયો હતો.ગત વર્ષે જીલ્લાનું પરિણામ ૫૫.૪૦ ટકા આવ્યું હતું.જેમાં નર્મદા જીલ્લામાં A- 1 ગ્રેડમાં ૭૦ વિદ્યાર્થીઓ આવ્યાં હતા જયારે સો ટકા પરિણામ વાળી નર્મદા જીલ્લામાં ૨૫ શાળાઓ આવી હતી.જેમાં જય અંબે ગ્રુપ ઓફ સ્કૂલ ૧૦૦ ટકા પરિણામ સાથે મેદાન મારી ગઈ હતી.
નર્મદા જીલ્લા ૧૬ કેન્દ્ર પૈકી સૌથી વધુ પરિણામ પ્રતાપ નગર કેન્દ્રનું ૯૬.૯૫ ટકા અને સૌથી ઓછું પરિણામ ડેડીયાપાડા કેન્દ્રનું પરિણામ ૬૨.૧૭ ટકા આવ્યું હતું.જયારે અન્ય કેન્દ્રનું પરિણામ જોતા રાજપીપલા કેન્દ્રનું પરિણામ ૮૬.૬૩ ટકા,તિલકવાડનું ૮૭.૧૭ ટકા,સાગબારાનું ૮૬.૭૮ ટકા,કેવડિયાનું ૮૬.૬૧ ટકા, નિવાલદાનું ૯૬.૬૦ ટકા,પ્રતાપનગર ૯૬.૯૫ ટકા,સેલંબા ૮૮.૮૪ ટકા,સેલંબા ૮૮.૮૪ ટકા,મોઝદાનું ૮૯.૮૯ ટકા,ગરુડેશ્વરનું ૯૦.૮૧ ટકા,જુના મોઝદાનું ૯૫.૫૮ ટકા,ઉમરવાનું ૯૧.૩૦ ટકા,ઉતાવળીનું ૮૨.૬૫ ટકા,વાડવાનું ૯૪.૪૪ ટકા,બોરિયાનું ૯૩.૦૭ ટકા,ટીમ્બાપાડા કેન્દ્રનું પરિણામ ૯૧.૪૫ ટકા આવ્યું હતું.
આ વખતે તમામ શાળાઓ નું પરિણામ પહેલી ૩૦ ટકાથી વધુ નોંધાયું હતું.જેમાં શૂન્ય ટકાવાળી માત્ર એક જ શાળા નોંધાઈ હતી.જોકે ધોરણ ૧૨નાં પરિણામની જેમ નર્મદા જીલ્લામાં ટોપ ટેનમાં પણ ફરી એક વાર જય અંબે ગ્રુપ ઓફસ્કૂલ રાજપીપળા મેદાન મારી ગઈ હતી.ટોપ ટેનમાં જય અંબે સ્કૂલના ૯ વિદ્યાર્થીઓ આવ્યા હતા.જેમાં નર્મદા જીલ્લા માં પ્રથમ દસ માંથી જય અંબે ગ્રુપ ઓફ સ્કુલ્સ રાજપીપલા ના ૯ વિદ્યાર્થીઓએ સ્થાન મેળવી જીલ્લાનું અને શાળાનું નામ રોશનકર્યું હતું.શાળા પ્રિન્સિપાલ જાની અને શાળાનાં મેનેજમેન્ટ વડા મહેશભાઈ આહીરે જણાવ્યું હતું કે જય અંબે ગ્રુપ ઓફ સ્કુલ્સ રાજપીપલા ના ૯૬ માંથી ૯૬ વિદ્યાર્થીઓ પાસ થઈ શાળાનું ૧૦૦ ટકા પરિણામ મેળવેલ છે.નર્મદા જીલ્લામાં પ્રથમ નંબર માછી કબીર રાકેશભાઈ ૬૦૦ માંથી ૫૮૩ ગુણ મેળવી ૯૯.૯૩ PR સાથે જીલ્લામાં પ્રથમ આવ્યો હતો.કબીરે પોતાની સફળતાનો શ્રેય માતા પિતા અને જય અંબે સ્કૂલના શિક્ષકોને આપ્યો હતો.જય અંબે સ્કૂલ નું સો ટકા પરિણામ આવતા શાળાના વડા મહેશભાઈ આહીરે તમામ વિદ્યાર્થીઓનું પુષ્પગુચ્છથી સ્વાગત કરી ફટાકડા ફોડી ખુશી મનાવી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!