ભરૂચ,
ભરૂચ શિવ જ્યોતિ ભવન પ્રજાપતિ બ્રહ્માકુમારીઝ ઈશ્વરીય વિશ્વવિદ્યાલય ખાતે ૮૮ મી શિવ જયંતીની ઉજવણી કરવામાં આવી હતી.જેના ભાગરૂપે શોભાયાત્રા કાઢવામાં આવતા મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.
શિવ આરાધનાનો મહિમા એટલે શિવરાત્રી, શિવરાત્રિના દિવસે શિવને રીઝવવા માટે ભક્તો વિવિધ પ્રકારની પૂજા અર્ચના કરતા હોય છે.ત્યારે શિવની પૂજા અર્ચના અને તેની ઉજવણી બ્રહ્માકુમારીની બહેનો દ્વારા પણ કરવામાં આવે છે.ત્યારે ભરૂચ પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ શિવ જ્યંતીની ઉજવણી કરવામાં આવી હતી.જેમાં ધ્વજ રોહણ,શિવની શોભાયાત્રા સહિત વિવિધ કાર્યક્રમો કરી શિવ જયંતીની ઉજવણી કરવામાં આવી હતી.આ કાર્યક્રમમાં ભરૂચ શિવ જ્યોતિ ભવન ના ઈન્ચાર્જ સુનીલાદીદી સહિત બ્રહ્માકુમારી સેન્ટરની સમર્પિત બહેનો અને ખૂબ જ મોટી સંખ્યામાં બ્રહ્માકુમારી સેન્ટરના અનુયાયો શિવ ઉજવણીના કાર્યક્રમમાં જોડાયા હતા.