(જયશીલ પટેલ,ઝઘડિયા)
ઝઘડિયા પંથકમાં નર્મદા કાંઠા વિસ્તારમાં આડેધડ રેતી ખનન અને તેનું વહન થઈ રહ્યું છે.જવાબદાર તંત્રને આ બાબતે સ્થાનિક ફરિયાદ કરે છે છતાં ગેરકાયદેસર રેતી ખનન કરનાર સામે કોઈ પગલા ભરાતા નથી ! ઝઘડિયા તાલુકાના ગોવાલી ગામે રહેતા ધનરાજસિંહ ગંભીરભાઈ ઠાકોર ખેતી કરે છે, ગતરોજ ધનરાજસિંહ ઠાકોર તેમના સંબંધીને ત્યાં લગ્ન પ્રસંગમાં હાજરી આપવા નીકળ્યા હતા ત્યારે ગોવાલી ગામે રહેતા દેવાંગ પાટણવાડીયા તથા નરેશ પાટણવાડીયાઓના મોબાઈલ નંબર પરથી અલગ અલગ ફોન ધનરાજસિંહ ઠાકોર પર આવ્યા હતા અને ફોન પર ગમે તેવી માં બેન સમાણી ગાળો આપી કહેતા હતા કે અમો ૧૬૯ સર્વે નંબર વાળી જમીનમાં રેતી કાઢી વહન કરીએ છીએ તું કેમ સરકારમાં માહિતી આપે છે તેમ કહી ધનરાજસિંહ ઠાકોર ને મારી નાખવાની ધમકી આપી હતી અને ધનરાજસિંહ ઠાકોર લગ્ન પ્રસંગમાં હતા.ત્યારે તેના ભત્રીજાની પત્નીનો પણ ફોન આવેલો અને જણાવતા હતા કે આપણા ઘરની સામે રહેતા નરેશભાઈ ગુમાનભાઈ પાટણવાડીયા નાઓ આપણને માં બેન સમાણી ગાળો આપે છે તેમ જણાવ્યું હતું.જેથી ધનરાજસિંહ ગંભીરભાઈ ઠાકોરે (૧) દેવાંગ ઈશ્વરભાઈ પાટણવાડીયા (૨) નરેશ ગુમાનભાઈ પાટણવાડીયા મોટું ફળિયું, ગોવાલી તા.ઝઘડિયા વિરુદ્ધ ઝઘડિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
ઝઘડિયાના ગોવાલી ગામે અમે રેતી કાઢી વહન કરીએ છીએ તું કેમ સરકારમાં માહિતી આપે છે તેમ કહી ધમકી આપતા બે સામે ફરિયાદ નોંધાઈ
- ફરિયાદી લગ્ન પ્રસંગમાં હોય બંને આરોપીઓએ ફોન પર ધમકી આપતા ફરિયાદી ધનરાજ ઠાકોરે ફરિયાદ નોંધાવી છે