(જયશીલ પટેલ,ઝઘડિયા)
ઝઘડીયા જીઆઈડીસીના પ્લોટ નંબર ૭૬૨ માં આવેલ ગુલશન પોલિયલ્સ નામની કંપનીમાં કામદારોના પડતર પ્રશ્ન અંગે કામદાર સંગઠન દ્વારા કંપનીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે.કંપનીમાં સોરબીટોલ, સ્ટાર્ચ પ્લાન્ટમાં,કોન્ટ્રાક્ટમાં કામ કરતા કમાદારોની અનેક વાર રજૂઆતો છતાં કામદારોના પ્રશ્નો કંપની દ્વારા પુરા કરવામાં નહીં આવતા હોવાની વાત કંપનીમાં કામ કરતા કામદાર આગેવાને ટેલિફોનિક વાતમાં જણાવ્યું હતું.જેમાં કંપનીમાં કોન્ટ્રાકટ ઉપર કામકરતા કામદારો દ્વારા તેઓને સરકાર દ્વારા આપવામાં આવતા લાભો આપવામાં આવે જેવાકે (૧) કામદારોનું પી એફ કાપવું (૨) દરેક કામદારોને મિનિમમ વેજીસ મળવું (૩) દરેક કામદારને સેફટીના સંસાધન સહિત લાભ આપવા (૪) ગ્રેડ મુજબ પગાર વધારો (૫) જુના કામદારોને કંપની રોલ ઉપર કરવા (૬) પ્લાન્ટમાં પીવાનું સ્વચ્છ પાણી, સંડાશ, બાથરૂમની વ્યવસ્થા કરવી (૭)ઓવરટાઈમ ડબલ કરવો (૮) કેન્ટીનમાં આપવામાં આવતું ભોજન નાસ્તો સસ્તા ભાવે આપવા વ્યવસ્થા કરવી (૯) કાયદા મુજબ બોનસ આપવું (૧૦) કોન્ટ્રાક્ટમાં કામ કરતા કામદારોને આવવા જવા માટે કંપની દ્વારા ટ્રાવેલ્સની વ્યવસ્થા કરવા જેવા મુદ્દા ઉપર લેખિતમાં કંપની મેનેજમેન્ટને આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને આ બાબતે કંપની મેનેજમેન્ટ સાથે ચર્ચા ચાલી રહી છે તેમ જણાવ્યું હતું.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે જો ૧૦ દિવસમાં આ બાબતે જો કંપની કોઈ નિર્ણય નહીં કરે તો કામદારો દ્વારા આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે, ત્યારે ઝઘડીયા સ્થિત ગુલશન પોલિયલ્સ કંપનીમાં અવાર નવાર કામદારો અને કંપની વચ્ચે પગાર અને અન્ય બાબતોને લઈ ચર્ચામાં અને વિવાદોમાં રહી છે અને તે બાબતે કેટલીક વાર તેને નોટીસ પણ મળી ચુકી હોવાનું બહાર આવ્યું છે!
ઝઘડીયા જીઆઈડીસીની ગુલશન પોલિયલ્સ કંપનીમાં કામદારોના પડતર પ્રશ્નોને લઈ કંપનીને આવેદન પાઠવ્યું
- હરહંમેશ વિવાદોમાં રહેતી ગુલશન પોલિયલ્સ કંપનીમાં કામદારો માટે ટોઈલેટની સુવિધા નથી તે સહિત ૧૧ સુવિધાઓની માગણી કરવામાં આવી