ભરૂચ,
ભરૂચ નર્મદા જીલ્લા હિતરક્ષક સમિતિ દ્વારા ગંગા સ્વરૂપા વિધવા બહેનોનું ત્રીજું મહાસંમેલન સાંસદ મનસુખ વસાવાની ઉપસ્થિતિમાં યોજાયું હતું.જેમાં સરકાર દ્વારા મળતી ૧૨૫૦ સહાયને ૩૦૦૦ કરવામાં આવે તેમજ ફોર્મ ભરવામાં પડતી મુશ્કેલી દૂર કરવામાં આવતા આભાર ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો.
ભરૂચ તેમજ નર્મદા જીલ્લામાં વસતી ગંગાસ્વરૂપા વિધવા બહેનો પોતાના પરિવારનું સરળતાથી ગુજરાન ચલાવી શકે તે માટે તેઓને યોગ્ય વિધવા સહાય મળે તે માટે ભરૂચ નર્મદા જીલ્લા હિતરક્ષક સમિતિ દ્વારા છેલ્લા ઘણા સમયથી લડત ચલાવી રહ્યા છે.જે માટે અગાઉ બે વખત ગંગાસ્વરૂપા વિધવા બહેનોના મહા સંમેલન યોજાયા હતા.જે લડતમાં ભરૂચ નર્મદા જીલ્લા હિતરક્ષક સમિતિ ને ન્યાય પણ મળ્યો છે જે પહેલા સરકાર દ્વારા પહેલા ૭૫૦ રૂપિયા વિધવા સહાય આપવામાં આવતી હતી અને ફોર્મ ભરવામાં બહેનોને ધણી મુશ્કેલી પડતી હતી.જેનો સરકાર દ્વારા વિચારણા કરી ફોર્મ સરળતાથી ભરી શકે તેવું આયોજન કરવામાં આવ્યું હતું.સરકાર દ્વારા હાલમાં ગંગાસ્વરૂપા વિધવા મહિલાઓને ૧૨૫૦ સહાય આપવામાં આવી રહી છે.પરંતુ મોંઘવારીના સમયમાં તેમજ પરિવારમાં કોઈ નોકરીયાત વ્યક્તિ ન હોય જેથી આવી ગંગા સ્વરૂપા વિધવા બહેનોને ગુજરાન ચલાવવું મુશ્કેલ પડે છે.જેથી આવી બહેનોને પરિવારનું ગુજરાન ચલાવવા માટે સરકાર દ્વારા વિધવા સહાય ૩૦૦૦ આપવામાં આવે તે માટે ભરૂચ નર્મદા જીલ્લા હિતરક્ષક સમિતિ દ્વારા ભરૂચના સાંસદ મનસુખ વસાવા,ભરૂચ જીલ્લા ભાજપ પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયા,જંબુસરના ધારાસભ્ય ડી કે સ્વામી સહિતના ભાજપના હોદ્દેદારો અને હજારોની મોટી સંખ્યામાં ઉપસ્થિત ગંગાસ્વરૂપા વિધવા મહિલાઓની હાજરીમાં વિધવા સહાય વધારવા તેમજ આભાર માનતો ઠરાવ કરવામાં આવ્યો હતો.
ગુજરાતભરમાં ભાજપ સરકાર દ્વારા ૨૧ લાખથી વધુ મહિલા ઓ ને વિધવા સહાય આપવામાં આવી રહી છે.જેમાં ભરૂચ જીલ્લાની વાત કરી તો જીલ્લા સરકાર દ્વારા ૭૦ હજાર કરતા વધુ વિધવા મહિલાઓને ૧૨૫૦ માસિક સહાય આપી પોતાનું જીવનનિર્વહન માટે સરળતાના ભાગરૂપે આપવામાં આવે છે.જેથી વિધવા મહિલાને જીવન જીવવા કોઈ પર નિર્ભર ન રહેવું પડે આ સરકાર દ્વારા કરવામાં આવેલ સહાયના હકારાત્મક વિષયક નિર્ણય લેવા બદલ મહિલાઓ એ આભાર માન્યો હતો અને સરકારને રજુઆત કરી વિનંતી કરી હતી કે આવનાર સમયમાં માં સરકાર ૧૨૫૦ ની સહાયમાં વધારો કરી ૩૦૦૦ હજાર કરી આપવામાં આવે તેવો ઠરાવ કરવામાં આવ્યો હતો.
મહાસંમેલન માં આવેલ વિધવા મહિલાઓને જણાવ્યુ હતુ કે આજના મોંઘવારી ના સમયમાં સરકાર દ્વારા આપવામાં આવતી ૧૨૫૦ ની સહાયમાં પરિવારનું ગુજરાન ચલાવવું મુશ્કેલ છે જેથી સહાયમાં સરકાર દ્વારા વધારો કરવામાં આવે તેવી આશા રાખી રહ્યા છે.જેથી આવનાર સમયમાં બહેનો પરિવારનું ગુજરાન સહેલાઈ થી ચાલે જેથી સરકારનો આભાર પણ માન્યો હતો.