(સંજય પટેલ,જંબુસર)
જંબુસર પ્રાંત કચેરી સભાખંડ ખાતે પ્રાંત અધિકારી એમ બી પટેલના અધ્યક્ષ સ્થાને સંકલન મીટીંગ યોજાઈ હતી.જેમાં નગરપાલિકા સીઓ મનન ચતુર્વેદી, પાણી પુરવઠા,એસટી,તાલુકા પંચાયત સહિતના વિવિધ વિભાગોના અધિકારીઓ અને પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.
સંકલન એટલે ભેગા મળી જનતાના પ્રશ્નો,કચેરીના પ્રશ્નોનું નિરાકરણ લાવી શકાય કર્મચારીઓએ કરેલ કામગીરીની સમીક્ષા કરવાની હોય છે.સંકલન મિટિંગમાં દરેક કચેરીઓમાં સ્વચ્છતા જાળવવા અપીલ કરી તથા આગામી ૨૬ મી જાન્યુઆરીના ગણતંત્ર દિનની તાલુકાકક્ષાની ઉજવણી કલક ખાતે યોજાનાર છે.તેનું સુચારુ આયોજન થાય તે અંગે જણાવ્યું હતું.તથા જંબુસર નગરપાલિકા વિસ્તારમાં ઘણા વર્ષોથી પીવાના મીઠા પાણીનો અભાવ જોવા મળે છે.પીવાના મીઠા પાણીનો પ્રશ્ન વહેલી તકે નિરાકરણ લાવવા સીઓને જણાવ્યું હતું.તથા આંગણવાડી કેન્દ્રના પ્રશ્નો અને નગરપાલિકા વિસ્તારની આંગણવાડી કેન્દ્રો મંજૂર કરેલ છે તે બાંધકામ કરવા અંગે ચર્ચા કરવામાં આવી હતી.