ભરૂચ,
ભરૂચના લાલબજાર વિસ્તારમાં આવેલી લિટલ ફ્લાવર્સ સ્કૂલ ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમની શાનદાર ઉજવણી કરવામા આવી હતી.સંસ્કૃતિને ઉજાગર કરતા લોકનૃત્યો,ઈતિહાસની ઝાંખી કરાવતી નૃત્ય નાટિકા,વિવધ રીમીક્ષ સોંગની વિવિધતાસભર પ્રસ્તુત કરવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં લિટલ ફ્લાવર્સ સ્કૂલના વિદ્યાર્થીઓ સાંસ્કૃતિક કાર્યક્રમમા ભાગ લઈ ઉપસ્થિત તમામનાં દિલ જીતી લીધા હતા.સાંસ્કૃતિક કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે સલીમભાઈ અમદાવાદી ખાસ ઉપસ્થિત રહ્યા હતા તેઓએ સમગ્ર કાર્યક્રમ અને શાળાની કામગીરીને બિરદાવી હતી.આ પ્રસંગે નગર સેવક સલીમભાઈ અમદાવાદી શાળાના પ્રમુખ સૈયદ શોકતઅલી,શાળાના આચાર્ય સૈયદ કશીસ, ઈકબાલભાઈ હવલદાર,ઈમ્તિયાઝ ભાઈ પટેલ,તેહજીબભાઈ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર કાર્યકમને સફળ બનાવવા શાળાના સ્ટાફગણ તથા શાળાના વિધાર્થીઓએ ભારે જહેમત ઉઠાવી હતી.
ભરૂચની લિટલ ફ્લાવર્સ સ્કૂલ ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો
- બાળકોએ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજી હાજરજનોના હૈયા ડોલાવ્યા