(જયશીલ પટેલ,ઝઘડિયા)
ઝઘડિયા જીઆઈડીસીની વિવિધ કંપનીઓમાં અવારનવાર ગેસ લિકેજ,બ્લાસ્ટ તેમજ આગ લાગવી જેવી દુર્ઘટનાઓ બનતી હોવાથી જીઆઈડીસીમાં કામ કરતા કામદારોની સલામતી બાબતે સવાલો ઉઠવા પામ્યા છે.
આજરોજ ઝઘડિયા જીઆઈડીસીમાં આવેલ ડીસીએમ કંપનીમાં આગે દેખા દેતા ધુમાડાના ગોટેગોટા ઉડતા દેખાયા હતા.જ્યારે આ અંગે જાણવા મળ્યા મુજબ ઝઘડિયા જીઆઈડીસીની ડીસીએમ કંપનીમાં કોલસ લઈ જતા કન્વેયર બેલ્ટમાં અચાનક આગ ભભૂકી ઉઠતાં કંપની સંકુલમાં ધુમાડાના ગોટેગોટા પ્રસરી ગયા હતા.આગ લાગવાને લઈને અગ્નિશામક દળોની મદદ લેવાઈ હતી.આ અંગે કંપનીના જવાબદાર અધિકારીનો ટેલિફોનિક સંપર્ક કરતા જાણવા મળ્યું હતું કે કંપનીના પ્લાન્ટની બહાર કોલસો વહન કરતાં ઘર્ષણ થતાં અચાનક આગ લાગી હતી આ ઘટનામાં કોઈ જાનહાની કે ઈજા થઈ નથી એમ જણાવ્યું હતું.કંપનીમાં આગ લાગતા એક સમયે કંપનીમાં ધુમાડાના ગોટેગોટા પ્રસરી ગયા હતા. આગના કારણે આસપાસના વિસ્તારમાં ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. વધુમાં મળતી વિગતો મુજબ અંકલેશ્વર અને ઝઘડિયા ફાયર બ્રિગેડની ટીમોએ સમયસર ઘટના સ્થળ પર પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો.કંપનીમાં પાવર ઉત્પાદન માટે લઈ જવાતા કોલસાના કન્વેયર બેલ્ટમાં કોઈ કારણસર આગ લાગતા આખો બેલ્ટ આગની ઝપટમાં આવી ગયો હોવાનું જાણવા મળ્યું હતું.
ઝઘડિયા જીઆઈડીસીની ડીસીએમ કંપનીમાં કોલસો લઈ જતા કન્વે બેલ્ટ પર આગ લાગી
- રબરના કન્વે બેલ્ટ અને કોલસાના ઘર્ષણ ના કારણે બેલ્ટ પર આગ લાગતા ધુમાડાના ગોટે ગોટા હવામાં ઉઠયા
RELATED ARTICLES