google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Sunday, July 14, 2024
HomeGujaratઝઘડિયાના રાજપારડી ભૂંડવા ખાડીના પુલ ઉપરથી હાઈવા ટ્રક નીચે ખાબકી

ઝઘડિયાના રાજપારડી ભૂંડવા ખાડીના પુલ ઉપરથી હાઈવા ટ્રક નીચે ખાબકી

(જયશીલ પટેલ,ઝઘડીયા)

ઝઘડિયા પંથક માંથી પસાર થતાં સરદાર પ્રતિમા ધોરીમાર્ગ પર માલવાહક વાહનોની હજારો નાની મોટી ટ્રકો રોજિંદી પસાર થાય છે.જેના પગલે અકસ્માતોની વણથંભી વણઝાર ઝઘડિયા તાલુકાના મુલદ થી ઝઘડિયા,રાજપારડી, ઉમલ્લા સુધીના રોડ ઉપર થવા પામે છે.જેમાં નાના મોટા વાહન ચાલકો માટે આવા અકસ્માતો જીવલેણ સાબિત થાય છે.આજરોજ વહેલી સવારે રાજપારડી નજીકની ભુંડવા ખાડીના ભૂલ પર હાઈવા ટ્રકનો અકસ્માત સર્જાયો હતો. ઝઘડિયા તરફથી હાઈવા ટ્રક રાજપારડી તરફ આવી રહ્યો હતો તે સમયે હાઇવાના ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા કે અન્ય કોઈ કારણોસર ભૂંડવા ખાડીના પુલ ઉપરથી રેલિંગ તોડી હાઈવા ટ્રક નીચે ખાબક્યો હતો.અકસ્માતમાં કોઈ જાન હાની નહીં સર્જાતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો.સરદાર પ્રતિમાને જોડતા માર્ગ ઉપર માલવાહક વાહનોના ચાલકોની બેફિકરાઈના કારણે અવારનવાર અકસ્માતો સર્જાતા રહે છે.મુલદ, નાના સાજા ફાટક, ઝઘડિયા ચોકડી, રાજપારડી ચોકડી, ઉમલ્લા ચોકડી, આરપીએલ ચોકડી પર ટ્રાફિક પોલીસના કર્મચારીઓ તૈનાત હોવા પછી પણ બેફામ ચાલતા માલવાહક વાહનો પર કોઈ નિયંત્રણ જણાતું નથી, બેફામ દોડતા વાહન ચાલકો ઉપર તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી બન્યું છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!