google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Tuesday, July 23, 2024
HomeGujaratચાઈલ્ડ વેલફેર કમિટી ભરૂચ તથા જીલ્લા શિક્ષણાધિકારીની કચેરીના સંયુક્ત ઉપક્રમે ચિલ્ડ્રન હોમ...

ચાઈલ્ડ વેલફેર કમિટી ભરૂચ તથા જીલ્લા શિક્ષણાધિકારીની કચેરીના સંયુક્ત ઉપક્રમે ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ ખાતે બેગ વિતરણ કરાયું

ભરૂચ,

ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ ભરૂચ ખાતે તેમાં આશ્રય લઈ રહેલ બાળાઓને સ્કૂલ બેગ વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો.જેમાં કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે સ્વાતિબા રાઓલ જિલ્લા શિક્ષણ અધિકારી ભરૂચ, દિવ્યેશભાઈ પરમાર AEI, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી મંદોરી, બાળ સુરક્ષા અધિકારી વીવિયેન, ચાઈલ્ડ વેલફેર કમિટીના ચેરમેન પિનાકીનભાઈ કંસારા તથા અન્ય સભ્યો હાજર રહ્યા હતા.

કાર્યક્રમના મુખ્ય મહેમાન સ્વાતિબા એ પોતાના વક્તવ્યની શરૂઆત ગીત ગવડાવી અને બાળકોને મંત્રમુગ્ધ કર્યો અને બાળકો સાથે આત્મીયતા કેળવી ત્યાર બાદ એક પ્રેરણાદાયી વાર્તા દ્વારા બાળકોએ સ્વપ્ન જોવા અને તે પૂર્ણ કેવી રીતે થાય તેની સુંદર સમજ આપવામાં આવી.

કાર્યક્રમના અંતે પોતાની જિજ્ઞાસા વૃત્તિને સંતોષે એવા પ્રશ્નો પછી તેઓની જિજ્ઞાસા વૃત્તિ સંતોષી અને કાર્યક્રમનું સુચારુ સંચાલન સમિતિના સભ્ય મનોજભાઈ રામીએ કરી અને કાર્યક્રમના અંતે બકુલાબેન પટેલે આભાર વિધિ કરી કાર્યક્રમ પૂર્ણ જાહેર કર્યો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!