google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Sunday, April 14, 2024
HomeGujaratચાલુ ટ્રેને નીચે ઉતરવા જતી મહિલા મોતના મુખમાં ધકેલાતા RPF ની મહિલા...

ચાલુ ટ્રેને નીચે ઉતરવા જતી મહિલા મોતના મુખમાં ધકેલાતા RPF ની મહિલા કોન્સ્ટેબલે બચાવી લીધી

- ઉતાવળમાં ઉતરતી વખતે પગ લપસવાને કારણે તે ટ્રેન અને પ્લેટફોર્મ વચ્ચે ફસાઈ હતી મહિલા - મહિલા કોન્સ્ટેબલ રોશની સિંઘને યોગ્ય સ્તરે પુરસ્કાર આપવાની પણ જાહેરાત

ભરૂચ, ભરૂચ રેલ્વે સ્ટેશને ચાલુ ટ્રેન માંથી ઉતરવાના પ્રયાસ દરમ્યાન મોતના મુખ તરફ ધકેલાઈ ગયેલી એક મહિલા માટે રેલ્વે પ્રોટેક્શન ફોર્સની એક મહિલા કોન્સ્ટેબલ દેવદૂતના સ્વરૂપમાં અવતરી હતી.ટ્રેન માંથી ઉતરતી મહિલા કચડાઈ જાય તે પહેલા તેને સલામત પ્લેટફોર્મ તરફ ખેંચી લઈ તેનો જીવ બચાવ્યો હતો.આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. વડોદરા ડિવિઝનના વિભાગીય સુરક્ષા કમિશ્નર રામશંકરસિંઘે જણાવ્યું કે ભરૂચમાં પ્લેટફોર્મ ડ્યુટી પર તૈનાત રોશની સિંઘે જોયું કે એક મહિલા મુસાફર ટ્રેન નં.22953 ગુજરાત એક્સપ્રેસ માંથી દોડતી ટ્રેન માંથી ઉતાવળમાં ઉતરતી વખતે પગ લપસવાને કારણે તે ટ્રેન અને પ્લેટફોર્મ વચ્ચે ફસાઈ ગઈ હતી.ત્યાર બાદ રોશની સિંહે તરત જ દોડીને પોતાનો જીવ જોખમમાં મૂકીને તેને બહાર કાઢી હતી અને તેનો જીવ બચાવ્યો હતો.ડિવિઝનલ રેલ્વે મેનેજર જિતેન્દ્રસિંઘે જણાવ્યું હતું કે રોશની સિંઘે ઓપરેશન જીવન રક્ષા અંતર્ગત ફરજ પ્રત્યેની નિષ્ઠા દર્શાવીને એક મહિલા મુસાફરનો જીવ બચાવીને માનવીય પહેલ કરી છે.અમને આવા કર્તવ્યનિષ્ઠ અને હિંમતવાન RPF રેલ્વે કર્મચારીઓ પર ગર્વ છે.તેમણે રોશની સિંઘને યોગ્ય સ્તરે પુરસ્કાર આપવાની પણ જાહેરાત કરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!