(જ્યશીલ પટેલ,ઝઘડીયા)
કેન્દ્ર સરકાર દ્વારા હાલમાં હિટ એન્ડ રન ના કાયદામાં જે સુધારો કરવામાં આવ્યો છે જેમાં ડ્રાઈવરને દસ વર્ષની સજા અને સાત લાખનો દંડની જોગવાઈ છે. તેના વિરુદ્ધમાં દેશભરમાં ટ્રક ડ્રાઈવરના વિવિધ પ્રાંત ના એસોસિયસનો વિરોધ પ્રદર્શન કરી ચક્કાજામ કરી રહ્યા છે, આજરોજ ભરૂચ ઝઘડિયા તાલુકાના ડ્રાઈવર એસોસિએશન દ્વારા ઝઘડીયાના પ્રાંત અધિકારીને એક આવેદનપત્ર પાઠવી કેન્દ્ર સરકાર દ્વારા નવા હીટ એન્ડ રન ના કાયદામાં કરેલ સુધારા બાબતે વિરોધ નોંધાવ્યો છે,તેમણે તેમના આવેદનપત્રમાં જણાવ્યું છે કે કેન્દ્ર સરકાર દ્વારા નવા હીટ એન્ડ રન કાયદામાં કરેલ સુધારા બાબતે જણાવીએ છીએ કે આ કાયદાની અંદર ડ્રાઈવરનો કેસ બને છે તો આ કાયદાની અંદર ડ્રાઈવરને દશ વર્ષની સજા તેમજ સાત લાખ રૂપિયાના દંડની જોગવાઈ કરવામાં આવેલ છે,તેનો અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ કેમ કે આવા કેસમાં અમોને સજા થવાની અને અમારા કુટુંબો બરબાદ થઈ જશે તેથી સરકારના આ કાળા કાયદાનો વિરોધ કરીએ છીએ અને આ કાયદો પાછો ખેંચવા માટે આ પત્રથી સરકારને આવેદન આપી જાણ કરીએ છીએ તેમ જણાવ્યું હતું.