google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Friday, April 19, 2024
HomeGujarat૧૪ વર્ષની સજા ભોગવી ચૂકેલ આજીવન કેદની સજા ભોગવનાર કેદીને હોળી પર્વે...

૧૪ વર્ષની સજા ભોગવી ચૂકેલ આજીવન કેદની સજા ભોગવનાર કેદીને હોળી પર્વે જેલ મુક્ત કરાયા

- કેદીની પી.પી.સી ખાતામાં જમા રોકડ રકમ સહીત પોસ્ટ બચત ખાતાની પાસબુક અપાઈ - કેદીને કપડાં,ગરમ ધાબળો,રાશનકિટ હોળી પર્વ નિમિત્તે ચીજવસ્તુઓ પણ અપાઈ

(જ્યોતિ જગતાપ,રાજપીપલા)
અધિક પોલીસ મહાનિદેશક ડો.કે.એલ.એન.રાવ દ્વારા આજીવન કેદની સજા ભોગવી રહેલ અને ૧૪ વર્ષની સજા પૂર્ણ કરેલ હોઈ અને જેલમાં સારી વર્તણુક ધરાવતા આજીવન કેદની સજા ભોગવતા કેદીઓ પુનઃવસન તથા પુનઃસ્થાપનના ભાગ રૂપે સમાજમાં જઈ પોતાના પરીવાર સાથે બાકીનું જીવન વ્યતિત કરે તેવા હકારાત્મક અભિગમ સાથે રાજપીપળા જીલ્લા જેલના પાકા કેદી કન્દુભાઈ વેસ્તાભાઈ ધાણુકનાઓની બાકીની સજા માફ કરવા સરકારના ગૃહ વિભાગમાં દરખાસ્ત કરવામાં આવેલ જેમાં સરકાર દ્વારા સી.આર.પી.સી.ની કલમ ૪૩૨ મુજબ જેલ મુક્ત કરવાનો હુકમ કરવામાં આવતા કેદીને શરતો આધિન તા.૨૨/૩/૨૦૨૪ ના રોજ જેલ મુકત કરેલ છે.કેદીની પી.પી.સી.ખાતામાં જમા રોકડ રકમ ચુકવામાં આવેલ તથા પોસ્ટ બચત ખાતાની પાસબુક આપવામાં આવેલ.તેમજ ગાયત્રી પરિવાર રાજપીપળાનાઓ દ્વારા કેદીને એક જોડી કપડાં,ગરમ ધાબળો,રાશનકિટ,હોળી પર્વ નિમિતે ચીજવસ્તુઓ આપેલ હતી.જેલ મુક્ત થયા બાદ સમાજમાં સારા વ્યક્તિ બની બાકીનું જીવન સુખ-શાંતીથી પસાર કરી સમાજમાં ઉપયોગી થાય તેવી આશા સાથે ધાર્મિક પુસ્તક ભગવદ ગીતા અર્પણ કરી પુન:સ્થાપનની શુભેચ્છાઓ પાઠવી જેલ મુક્ત કરવામાં આવેલ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!