google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Tuesday, April 16, 2024
HomeGujaratઅંકલેશ્વરની એશિયન પેઈન્ટ કંપનીના કુલિંગ ટાવરમાં ભીષણ આગ લાગતાં નાસભાગ

અંકલેશ્વરની એશિયન પેઈન્ટ કંપનીના કુલિંગ ટાવરમાં ભીષણ આગ લાગતાં નાસભાગ

- દૂર સુધી જ્વાળા દેખાતા ડીપીએમસીના ૩ થી વધુ ફાયરો ધટના સ્થળે દોડ્યા હતા - આગની ઘટનામાં કોઈ જાનહાની ન પહોંચતા સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો હતો

અંકલેશ્વર,

અંકલેશ્વરની કલરનું ઉત્પાદન કરતી એશિયન પેઈન્ટસ કંપની થેલીક ડિવિઝનમાં મોડી સાંજે અચાનક આગ લાગી હતી.આગની જાણ થતાં ૮ લાયબંબાઓ સાથે ફાયરની ટીમ સ્થળ પર પહોંચી હતી.જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં અન્ય ફાયર સ્ટેશનોની મદદ લેવામાં આવી હતી.કંપનીના થેલીક ડિવિઝનના યુટીલીટીના કુલિંગ ટાવરમાં આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.

જોકે આગની ઘટનામાં કોઈ જાનહાની ન પહોંચતા સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો હતો.ફેક્ટરી ઈન્સ્પેક્ટર આશુતોષ મેરૈયાએ જણાવ્યું હતું કે હાલ કોઈ જાનહાની થઈ નથી.કંપનીના થેલિકડિવિઝનમાં યુટીલીટી વિભાગના કૂલિંગ ટાવર માં આગ લાગી છે. આગ લાગવાનું કારણ જાણી શકાયું નથી.ઘટના અંગે હાલ સ્થળ તપાસ કરાઈ રહી હતી.આગ ક્યાં કારણોસર લાગી હતી તેનું સાચું કારણ હજુ સુધી સામે આવ્યું નથી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!