google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Tuesday, July 23, 2024
HomeGujaratઆંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીના આયોજન અર્થે અધિક નિવાસી કલેક્ટર એન.આર.ધાધલના અધ્યક્ષસ્થાને બેઠક...

આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીના આયોજન અર્થે અધિક નિવાસી કલેક્ટર એન.આર.ધાધલના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ

- આંતરરાષ્ટ્રીય યોગ દિનની ઉજવણી : ૨૧મી જુને ભરૂચ જિલ્લો બનશે યોગમય

ભરૂચ,

આગામી ૨૧મી જુન દસમાં આંતરરાષ્ટ્રીય યોગ દિનની ઉજવણી ઉત્સાહભેર થાય તેવા આશયથી ભરૂચ કલેકટર કચેરીના સભાખંડ ખાતે અધિક નિવાસી કલેક્ટર એન.આર.ધાધલના અધ્યક્ષસ્થાને બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.આ વર્ષે સ્વયં અને સમાજ માટે યોગની થીમ પર યોગદિનની ઉજવણી કરવામાં આવશે.

૨૧ જૂનને વિશ્વ કક્ષાએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે ત્યારે અધિક નિવાસી કલેક્ટરે યોગદિનની ઉજવણી તાલુકા અને જિલ્લાકક્ષાએ સુચારું કાર્યક્રમનું આયોજન થાય તે દિશામાં કાર્ય કરવાનો અનુરોધ કર્યો હતો.યોગદિનમાં મોટી સંખ્યામાં લોકોની સહભાગીતા વધે અને લોકો સ્વૈચ્છિક રીતે યોગદિનની ઉજવણીમાં ઉત્સાહભેર જોડાય તે માટે આયોજન કરવા સૂચના આપવામાં આવી હતી અને ઉજવણી સંદર્ભે ઉપયોગી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. ઉપરાંત જિલ્લાકક્ષાએ, તાલુકાકક્ષાએ,નગરપાલિકા તેમજ ગ્રામ્ય કક્ષાએ યોગ દિવસનું સુચારૂ રૂપે આયોજન કરવા જણાવ્યું હતું. 

આ બેઠકમાં જિલ્લાના પ્રાંત અધિકારીઓ,જિલ્લા શિક્ષણાધિકારી,તાલુકા મામલતદારો,જિલ્લા રમતગમત અધિકારી,જિલ્લા યોગ કો-ઓર્ડિનેટર સહિતના સંબંધિત અધિકારીઓ-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!