(ગુલામહુશેન ખત્રી,રાજપારડી)
ભરૂચ જીલ્લાના ઝઘડિયા તાલુકાના એક ગામે રહેતી ૧૭ વર્ષ ૨ મહિનાની ઉંમરની એક સગીરા ગત તા.૨૫ મીના રોજ રાતના આઠ વાગ્યાથી સાડા નવના સમયગાળા દરમિયાન ઘરેથી રહસ્યમય સંજોગોમાં ગુમ થઈ હોવાની ઘટના બનવા પામી હતી.ગુમ થયેલ સગીરાની માતાએ તેમની સગીર વયની દિકરી ગુમ થવા બાબતે પોલીસમાં ફરિયાદ લખાવી હતી.
સગીરાની માતાએ પોલીસમાં લખાવેલ ફરિયાદમાં જણાવાયું હતું કે તેમની ૧૭ વર્ષ ૨ માસની ઉંમરની સગીર વયની દિકરી ગત તા.૨૫ મીના રોજ તેમના ઘરેથી રહસ્યમય સંજોગોમાં ગુમ થઈ હતી.વધુમાં જણાવાયા મુજબ આ સગીરા છેલ્લા ચારેક મહિનાથી તેની જાતે ક્યારેક ધુણવા લાગતી હતી.તેમની સગીર વયની દિકરી કોઈને કહ્યા વિના ઘરેથી નીકળી ગઈ હોય અથવા કોઈ વ્યક્તિ તેને લઈ ગયો હોવાની શંકા સાથે સગીરાની માતાએ ઝઘડિયા જીઆઈડીસી પોલીસમાં ફરિયાદ લખાવતા પોલીસે ગુનો નોંધી કાયદેસર તપાસ હાથધરી હતી.સગીરા તેની મેળે ઘરેથી ક્યાંક જતી રહી છે કે પછી કોઈ અન્ય વ્યક્તિ તેને લઇ ગયેલ છે તેની વિગતો પોલીસ તપાસ દરમિયાન બહાર આવશે,જોકે હાલતો સગીરાના ગુમ થવા બાબતે રહસ્ય સર્જાયું હતું.
ઝઘડિયા તાલુકાના એક ગામે રહેતી સગીર વયની યુવતી રહસ્યમય સંજોગોમાં લાપતા
- સગીરા ઘરેથી કોઈને કહ્યા વિના જતી રહી હોય અથવા કોઈ વ્યક્તિ તેને લઈ ગયો હોવાની શંકા સાથે સગીરાની માતાની પોલીસમાં ફરિયાદ