google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Monday, July 15, 2024
HomeCrimeનેત્રંગના કંબોડિયા નજીક કાર અને મોટર સાયકલ વચ્ચે અકસ્માતમાં મોટર સાયકલ ચાલકનું...

નેત્રંગના કંબોડિયા નજીક કાર અને મોટર સાયકલ વચ્ચે અકસ્માતમાં મોટર સાયકલ ચાલકનું સારવાર દરમ્યાન મોત

(વિજય વસાવા,નેત્રંગ)

ભરૂચ જીલ્લાના નેત્રંગથી ઝંખવાવ જવાના રોડ પર કંબોડીયા ગામના પાટીયા પાસે એક ફોર વ્હીલર ગાડીના ચાલકે એક મોટર સાયકલ ચાલકને અડફેટમાં લેતા સર્જાયેલ અકસ્માતમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલ ૫૫ વર્ષીય આધેડ બાઈક ચાલકનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું.

નેત્રંગ પોલીસ માંથી મળતી વિગતો મુજબ ઝઘડિયા તાલુકાના ઉમલ્લા ખાતેના સરકારી દવાખાનામાં પટાવાળા તરીકે ફરજ બજાવતા નર્મદા જીલ્લાના ડેડીયાપાડા તાલુકાના સામરપાડા (થપાવી) ગામના વતની કરણસીંગભાઈ રૂપાભાઈ વસાવા ઉ.વ.૫૫ ગતરોજ તા.૧૦ મીના રોજ ઉમલ્લાથી પોતાની મોટર સાયકલ લઈને ઘરે જવા નીકળ્યા હતા.તેઓ નેત્રંગથી ચાસવડ તરફ કોઈક કામ માટે ગયા હશે અને ત્યાંથી પરત નેત્રંગ તરફ આવી રહ્યા હતા. ત્યારે તે દરમ્યાન બપોરના ૨ થી ૩ ના સમયના ગાળામાં કંબોડીયા ગામના પાટીયા પાસે નવી વસાહત તરફ જવાના રસ્તાના વળાંક પાસે રોંગ સાઈડ‍ે આવી રહેલ એક ફોર વ્હીલર ગાડીના ચાલકે આ મોટર સાયકલને અડફેટમાં લેતા સર્જાયેલ અકસ્માતમાં મોટર સાયકલ ચાલક કરણસીંગભાઈને માથા સહિત શરીરના અન્ય ભાગોએ ગંભીર ઈજાઓ થઈ હતી.ઈજાગ્રસ્તને નેત્રંગ સરકારી દવાખાને સારવાર માટે લઈ જવાયા હતા જ્યાં સારવાર દરમ્યાન તેમનું મોત નીપજ્યું હતું.અકસ્માતની આ ઘટના સંદર્ભે નેત્રંગ પોલીસે ફોર વ્હિલર ગાડીના ચાલક નિરવકુમાર કરશનભાઈ ચૌધરી રહે.રૂંધા તા.વાલિયા જી. ભરૂચનાઓ વિરૂધ્ધ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથધરી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!