google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Friday, April 19, 2024
HomeGujaratઝડિયાના પૂર્વ ધારાસભ્ય છોટુ વસાવા દ્વારા નવા ભારતીય આદિવાસી સેનાની સ્થાપના કરવામાં...

ઝડિયાના પૂર્વ ધારાસભ્ય છોટુ વસાવા દ્વારા નવા ભારતીય આદિવાસી સેનાની સ્થાપના કરવામાં આવી

(જયશીલ પટેલ,ઝઘડિયા)
લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ છે ત્યારે ઝઘડિયા વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય છોટુ વસાવા દ્વારા નવા સંગઠનની સ્થાપના કરવામાં આવી છે, અત્રે ઉલ્લેખનીય છે કે છોટુ વસાવાના પુત્ર અને ડેડિયાપાડાના માજી ધારાસભ્ય બીટીપી ના અધ્યક્ષ મહેશ વસાવા એ ભાજપા જોઈન કર્યું છે ત્યારે હવે છોટુભાઈ વસાવાએ નવા સંગઠનની જાહેરાત કરી છે.આ જાહેરાત સમયે છોટુ વસાવાના પુત્ર દિલીપ વસાવા પણ સાથે હાજર રહ્યા હતા.આજરોજ જયપાલસિંહ મુંડાની ૫૪ મી પુણ્યતિથિ નિમિત્તે છોટુ વસાવાના નિવાસસ્થાને તેમના સમર્થકોની એક બેઠક યોજાઇ હતી જેમાં નવા સંગઠન ભારત આદિવાસી સેના સંગઠનની સ્થાપનાની જાહેરાત કરવામાં આવી હતી.ભારત આદિવાસી સેના ના રાષ્ટ્રીય અધ્યક્ષ છોટુભાઈ વસાવાને બનાવવામાં આવ્યા છે.તેઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ સંગઠન દ્વારા આદિવાસી સમાજના તેમજ અન્ય વર્ગના ગરીબ અને પીડાતા લોગો માટે આ સંગઠન દ્વારા લડત આપવામાં આવશે અને આખા દેશમાં આ સંગઠનના હોદ્દેદારોની આગામી સમયમાં નિમણૂક કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.
આ કાર્યક્રમમાં જયપાલસિંહ મુંડાને ફુલ અર્પણ કરી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી, આ કાર્યક્રમમાં છોટુભાઈ વસાવાના પુત્ર દિલીપ વસાવા,બચુભાઈ માસ્ટર,અશ્વિન પટેલ,રોહિત નરેન્દ્ર, અંબાલાલ જાદવ તેમજ મોટી સંખ્યામાં સમર્થકો ઉપસ્થિત રહ્યા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!