(જ્યોતિ જગતાપ,રાજપીપલા)
ગુજરાત સાહિત્ય અકાદમી,ગાંધીનગર તથા સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ,નેત્રંગ મુકામે ગઝલ સાહિત્ય : અતીત, વર્તમાન અને ભવિષ્ય.” વિષય ઉપરએક દિવસીય રાષ્ટ્રીય પરિસંવાદ યોજાઈ ગયો. આ પરિસંવાદમાં અધ્યાપકો,વિદ્યાર્થીઓ ‘સાહિત્ય સેતુ’ વ્યારા તથા’નર્મદા સાહિત્ય સંગમ’રાજપીપળા, સાહિત્યિક સહયોગી સંસ્થા તરીકે સહભાગી થઈ હતી.
પ્રખ્યાત કવિ અને હાસ્ય કટારલેખક ડો.રઈશ મણિયાર દ્વારા.’ગ’ ગુજરાતીનો ‘ગ’,અને ‘ગ’ ગઝલનો ‘ગ’ વિષય અંતર્ગત..’ગ’ ગમ્મતના ‘ગ’ સાથે શ્રોતાઓને રસતરબોળ કર્યા હતા.’તારા નામનો ટહુકો અહીં છાતીમાં રાખ્યો છે,ભૂસાવા ક્યાં દીધો છે કક્કો? પાટીમાં રાખ્યો છે’થી શરૂ કરીને ‘શોધું છું પુત્રમાં ગુજરાતીપણું. શું મેં વાવ્યું છે હવે હું શું લણું ?’.સુધી પઠન કરીને કહેવતો,રૂઢિ પ્રયોગ,અને સાહિત્યની વાત કરીને. માતૃભાષાના વિશાળ શબ્દભંડોળનો આછો પરિચય કરાવ્યો હતો.ગુજરાતી ગઝલની સ્વરૂપગત વાત સમજાવી હતી.એ ઉપરાંત ફારસી,અરબી અને ગુજરાતી ગઝલના વિકાસની ઝલક આપી હતી.માતૃભાષા તથા ગઝલના સ્વરૂપ અને વિકાસની વાતોસાથે સુરતી બોલીમાં પણ ગઝલ સંભળાવી હતી.સમગ્ર વક્તવ્યમાં કવિ રઈશ મણીયારે શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યાં હતા.
અન્ય વકતા ડો.મધુકર ખરાટે જલગાંવ મહારાષ્ટ્રથી આવ્યા હતા.એમના હિંદી ભાષાના વ્યાખ્યાનમાં ગઝલના મુખ્ય બે પ્રવાહ ‘ઈશ્કે હકીકી’ અને ‘ઈશ્કે મિજાજી’ની વાત સુંદર ઉદાહરણ સહિત સમજાવી હતી.એમણે કહ્યું હતું કે ‘પ્રેમી જો હૈ વો અપની પ્રેમિકાસે સિર્ફ પ્રેમકી હી બાત કરતા હૈ.યે સહી નહી હૈ..વો અપને ઘરબાર કી,અપની સમસ્યાઓ કી બાત ભી કરતા હો ?? તેમજ ‘મૈં ગઝલ સૂના કર ચૂપચાપ અલગ ખો ગયા, લોગ અપને ચાહને વાલોં કે ખયાલોં મેં ખો ગયે !’રજુ કરી હતી.
સ્ટેચ્યુ ઓફ યુનિટી એરિયા ડેવલપમેન્ટ,નર્મદાના અધિક કલેકટર અને પૂર્વ સંયુકત શિક્ષણસચિવ નારાયણ માધુએ પરિસંવાદના ઉદ્ઘાટન સમારોહના મુખ્ય અતિથિ પદેથી શિક્ષણની વાત કરતાં જણાવ્યું હતું કે.સૌથી વધુ યુવાધન ધરાવતો દેશ હોવા છતા કોલેજ અને યુનિવર્સિટીઓ હોવાં છતાં આપણાં દેશમાં કૌશલ્યોના વિકાસ માટે વિદેશોની તુલનાએ સંશોધન ખૂબ ઓછાં થાય છે.શિક્ષણ વિભાગની યોજનાઓ વિશે જાણીને એનો ઉપયોગ થાય એવા પ્રયત્નો કરવા યુવાનોને સંદેશ આપ્યો હતો.
બપોર પછીના સત્રમાં ગુજરાતી ગઝલમાં અંગ્રેજી શબ્દપ્રયોગની ઉદાહરણ સહિત સમજ આપીને જોરુભા ગીડા.(પૂજ્ય બાપુ)એ સ્વરચિત ગઝલ સંભળાવી હતી.જ્યારે ડો.હિતેશ ગાંધીએ પણ કેટલીક ગઝલના ઉદાહરણ સહિત રસાસ્વાદ કરાવ્યા હતા.
સ્વરચિત કૃતિઓના પઠન માટેના સત્રનું સંકલન નૈષધ મકવાણાએ કર્યું હતું.જેમાં અનિલ મકવાણા,પ્રદીપ ચૌધરી,પ્રા.ગીતામકવાણા,ઘનશ્યામ કુબાવત, પ્રા.રવિ વસાવા,પ્રા.જશવંત રાઠોડ અને અન્ય નવોદિત કવિઓએ કર્યું હતું.
નેત્રંગ સરકારી કૉલેજના આચાર્ય ડો.જી.આર.પરમાર,પરિસંવાદના સંયોજક ડો.જશવંત રાઠોડ,અને કોલેજના સર્વ અધ્યાપક ભાઈઓએ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
નેત્રંગ કોલેજ ખાતે એક દિવસીય રાષ્ટ્રીય સાહિત્યિક પરિસંવાદ યોજાયો
- ગઝલ સાહિત્ય : અતીત, વર્તમાન અને ભવિષ્ય." વિષય ઉપર યોજાઈ - પ્રખ્યાત કવિ અને હાસ્ય કટાર લેખક ડો.રઈશ મણિયાર સહીત સાહિત્યકારોની ખાસ ઉપસ્થિતી