(જ્યોતિ જગતાપ,રાજપીપલા)
નર્મદા જિલ્લામાં ચોમાસુ સિઝન-૨૦૨૪ને ધ્યાને લઈને જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર દ્વારા જિલ્લાના આપદા મિત્રો માટે એકદિવસીય રિફ્રેસર તાલીમનું આયોજન કરવામાંઆવ્યું હતું.જિલ્લા તાલીમ કેન્દ્ર-પોલિસ હેડ ક્વાર્ટર, જીતનગર યોજાયેલી આ એક દિવસીય રિફ્રેસર તાલીમમાં આપદામિત્રોને NDRF/SDRF દ્વારા પૂર બચાવ, સ્થળાતરમાં મદદરૂપ થવું, ફાયર સેફ્ટી વગેરે, આરોગ્ય વિભાગ દ્વારા CPR, પ્રાથમિક સારવાર જેવી જરૂરી તાલીમ આપવામાં આવી હતી.
આપત્તિના સમયે જિલ્લા કંટ્રોલ રૂમ તથા NDRF/SDRF સાથે સંકલનમાં રહી અસરગ્રસ્ત નાગરિકોને મદદરૂપ થવાની કામગીરી કઈ રીતે કરવી તે અંગે નિષ્ણાંતો દ્વારા તાલીમ આપવામાં આવી હતી.આપદા મિત્રોને પ્રત્યક્ષ નિદર્શન દ્વારા પણ જાણકારી આપવામાં આવી હતી. આ તાલીમમાં જિલ્લા આપત્તી વ્યવસ્થાપન કેન્દ્ર માંથી મામલતદાર આઈ.એમ.સૈયદ, નાયબ મામતદાર, ડીપીઓ રોનક મનસુરી,કન્સલટન્ટ અંકિત પરમાર અને મેડિકલ કોલેજ અને જનરલ હોસ્પિટલ રાજપીપલાના અને સ્થેટીસ્ટ ડોકટર અને મેડિકલ ઓફિસર સહિતના અધિકારીઓ/કર્મચારીઓ NDRF/SDRFની ટીમ
દ્વારા સમગ્ર જિલ્લામાંથી આવેલા ૧૮૫ આપદામિત્રોને રિફ્રેસર તાલીમ અપાઈ હતી.