(જયશીલ પટેલ,ઝઘડીયા)
ભરૂચ જીલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપારડી નગર ખાતે કરજણ કોલોની નજીકથી એક ફોર વ્હિલર ગાડી માંથી ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થા સાથે પોલીસે એક ઈસમને ઝડપી લઈને અન્ય એક ઈસમને વોન્ટેડ જાહેર કર્યો હતો.
રાજપારડી પોલીસ માંથી મળતી વિગતો મુજબ પીએસઆઈ કે.બી.મીર ટીમ સાથે પેટ્રોલિંગમાં હતા તે દરમ્યાન બાતમી મળી હતી કે કરજણ કોલોની સામે એક ફોર વ્હિલર ગાડીમાં વિજયભાઈ અંબુભાઈ વસાવાએ ભારતીય બનાવટનો વિદેશી દારૂ સંતાડી રાખેલ છે.પોલીસે મળેલ બાતમી મુજબના સ્થળે જઈને તપાસ કરતા સ્થળ પરથી ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થા સાથે વિજયભાઈ અંબુભાઈ વસાવા રહે.શ્રીજીનગર નેત્રંગ રોડ રાજપારડી તા.ઝઘડિયાનાને ઝડપી લઈને અન્ય ઈસમ અમિતભાઈ ઠાકોરભાઈ વસાવા રહે.કરજણ કોલોની સામે રાજપારડી તા.ઝઘડિયાનાને વોન્ટેડ જાહેર કર્યો હતો.પોલીસે ઘટના સ્થળેથી ભારતીય બનાવટના વિદેશી દારૂની નાનીમોટી બોટલો નંગ ૬૪૭ કિં.રૂપિયા ૭૯,૧૦૦, મોબાઈલ નંગ ૧ કિં.રૂપિયા ૭૦૦૦, ફોર વ્હિલર ગાડી કિંમત રૂપિયા ૧,૩૦,૦૦૦ મળી કુલ રૂપિયા ૨,૧૬,૧૦૦ નો મુદ્દામાલ કબ્જે લઈને રાજપારડી પોલીસ મથકે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથધરી હતી.