google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Saturday, July 13, 2024
HomeCrimeભરૂચના જૂના તવરા ગામે તિજોરીનું તાળુ રીપેર કરવાના બહાને બે ઈસમો ૯...

ભરૂચના જૂના તવરા ગામે તિજોરીનું તાળુ રીપેર કરવાના બહાને બે ઈસમો ૯ લાખના દાગીના સરકાવી જતાં પોલીસ ફરિયાદ

ભરૂચ,

ભરૂચના જૂના તવરા ગામે કબાટ રીપેરીંગ અને ચાવી બનાવવાના બહાને બે સરદારજીઓ તિજોરીનું જૂનું તાળું આપી ચોરી કરી ફરાર થઈ જતાં સી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ તાલુકામાં આવેલાં જૂના તવરા ગામે બાપુ ફળિયામાં પાંચદેવી મંદિર પાસે રહેતાં નરોત્તમ ગોહિલ ગત ૨૬ મી મેના રોજ તેમના ઘરે હતાં.તે વેળા તેમના ફળિયામાં કબાટ રિપેર કરવાવાળા તેમજ ચાવી બનાવવા વાળા બે સરદારજીઓ બુમો પાડતાં હતાં.

નરોત્તમભાઈને પણ તેમની તિજોરીનું કામ હોવાથી તેમણે બન્નેને પોતાના ઘરે બોલાવ્યાં હતાં.પહેલાં ઘરમાં નીચેના ભાગે આવેલી તિજોરીનું તાળું રિપેર કરવાનું હોઇ તે બતાવતાં તેમણે તે જોઈને તે તાળું રિપેર નહીં થાય તેમ કહેતાં ઉપરના માળ પર આવેલી લોખંડની તિજોરીનું તાળું ખુલતું ન હોવાનું જણાવતાં તેમણે તે પણ તપાસક્યાં બાદ તે પણ નહીં થાય તેમ કહ્યાં બાદ બાજુમાં અન્ય તિજોરમાં લટકતી ચાવીથી ખોલવાનું કહેતાં તે ચાવી બગડી જશે તેમ કહેતાં બન્નેએ નહીં બગડે તેમ કહીં પ્રયાસ કર્યાં હતાં.

જોકે તે ન ખુલતાં જે તિજોરીની ચાવી હતી તેમાં ચાવી લગાવતાં તે તિજોરી ન ખુલતાં તેઓએ તેનું તાળું હથોડાથી તોડી નાંખ્યું હતું અને તેમને નવુ તાળું લઈ આવવા કહેતાં તેઓએ જણાવ્યું હતું કે તેના માટે ભરૂચ જવાવાળું કોઈ નથી.જેથી સરદારજીઓએ તેમની પાસેનું જૂનું તાળું ફિટ કરાવી આપવાનું જણાવી તે કામ કરી જતા રહ્યા હતા.આ દરમ્યાનમાં ગઈકાલે સાંજે તેમનો પુત્રએ તિજોરી ખોલવા જતાં તેનો સળિયો નિકળી આવ્યો હતો.તેમણે ખોલીને તપાસ કરતાં તેનું લોકર પણ તુટેલું હોઈ અંદરથી ૮.૯૬ લાખના દાગીના તેમજ ૪ હજાર રૂપિયા મળી ૯ લાખની ચોરી કરી ગયાં હોવાનું માલુમ પડતાં તેમણે સી ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથધરી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!