google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Sunday, July 14, 2024
HomeCrimeઝઘડિયાના લિમેટ ગામે જેઠે ભાઈની પત્નીને માથામાં લાકડાનો સપાટો મારી ઈજા પહોંચાડતા...

ઝઘડિયાના લિમેટ ગામે જેઠે ભાઈની પત્નીને માથામાં લાકડાનો સપાટો મારી ઈજા પહોંચાડતા પોલીસ ફરિયાદ

- મારો ભાઈ બિમાર છે છતાં તારા પિયરમાં કેમ લઈ ગઈ એમ કહીને જેઠે ભાઈની પત્ની સાથે ઝગડો કર્યો

(જયશીલ પટેલ,ઝઘડીયા)

ભરૂચ જીલ્લાના ઝઘડિયા તાલુકાના લિમેટ ગામે જેઠે ભાઈની પત્નીને માથામાં લાકડીનો સપાટો મારી ઈજા પહોંચાડી હોવાની ઘટના બનવા પામી હતી.

ઝઘડિયા જીઆઈડીસી પોલીસ મથક માંથી મળતી વિગતો મુજબ ઝઘડિયા તાલુકાના લિમેટ ગામે રહેતા મનીષાબેન નિલેશભાઈ વસાવાના પતિ નિલેશભાઈ ઘણા સમયથી બિમાર છે.તા.૬ નારોજ  સાંજના છ વાગ્યાના સમયે મનીષાબેન તેમના પતિ અને બાળકોને લઈને ગામમાં રહેતી તેમની માતાને ત્યાં પિયરમાં મહેમાન ગયા હતા.ત્યાર બાદ સાંજના સાડા સાત વાગ્યે તેમના પતિ સાથે ઘરે કપડા લેવા પાછા આવ્યા હતા ત્યારે તેમના ઘરની બાજુમાં રહેતા મનીષાબેનના જેઠ મુકેશ જેન્તી વસાવાએ તેમને કહ્યું હતું કે નિલેશ બિમાર છે છતાં તેને તારા પિયરમાં કેમ લઈ ગઈ હતી? આમ કહીને તેઓ ગાળો બોલવા લાગ્યા હતા. મનીષાબેને તેમને ગાળો બોલવાનું ના કહેતા તેઓ ઉશ્કેરાઈ ગયા હતા અને એક લાકડાનો સપાટો મનીષાબેનને માથામાં મારી દીધો હતો.ઈજાગ્રસ્ત મનીષાબેનને સારવાર માટે વાલિયા સરકારી દવાખાને લઈ જવાયા હતા.જ્યાં તેમને માથામાં ચાર ટાંકા લેવા લેવા પડ્યા હતા.આ બાબતે મનીષાબેન વસાવાએ મુકેશ જેન્તી વસાવા રહે.લિમેટ તા.ઝઘડિયા જી.ભરૂચના વિરૂધ્ધ ઝઘડિયા જીઆઈડીસી પોલીસ મથકમાં ફરિયાદ લખાવતા પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથધરી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!